Fire in Navsari University: નવસારી યુનિવર્સિટીમાં લાગી ભીષણ આગ
Fire in Navsari University: ગુજરાતના નવસારીમાં બુધવારે રાત્રે એક યુનિવર્સિટીના વાંસ નર્સરી વિભાગમાં ભીષણ આગ લાગી હતી. માહિતી મળ્યા બાદ ફાયર વિભાગ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું, અને આગને કાબૂમાં લેવામાં આવી હતી.
આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાંસ વિભાગના વર્કશોપમાં વાંસના કચરામાં આગ લાગી છે.
આગ લાગવાની અન્ય એક ઘટનામાં વડોદરાના જરોદ પોલીસ સ્ટેશન નજીક ઘાસના પૂડામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી.

વડોદરા પોલીસે ડિટેઈન કરેલા વાહનો આગની ચપેટમાં આવ્યા હતા. વડોદરા પોલીસે ડિટેઈન કરેલા 25 થી 30 વાહનને આગમાં નુકસાન થયુ હતુ. આ લાગવાનું કારણ પણ હજૂ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.
ઉત્તરાખંડમાં ભીષણ આગ લાગી - ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ઉત્તરાખંડના જંગલોમાં ભીષણ આગ લાગી હતી. જો કે બુધવારે કુમાઉમાં વરસાદને કારણે ઘણી જગ્યાએ આગ બુઝાવી દેવામાં આવી હતી, પરંતુ ગઢવાલ ડિવિઝનમાં તંત્ર આગ પર કાબૂ મેળવવામાં વ્યસ્ત છે.
નોંધનીય છે કે, બુધવારના રોજ પણ રાજ્યભરમાં જંગલમાં આગની 40 નવી ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં કુલ 70 હેક્ટર જંગલ વિસ્તારને નુકસાન થયું હતું.
#WATCH | A massive fire broke out in the bamboo nursery department of a university in Navsari, Gujarat. The fire department reached the spot immediately and doused the fire. More details awaited. pic.twitter.com/dELOgFhkad
— ANI (@ANI) May 8, 2024












Click it and Unblock the Notifications
