અમદાવાદમાં મોડી રાત્રે ફાયરિંગઃ સોનાના વેપારીનું મોત

બનાવ અંગે મળેલી માહિતી અનુસાર, મેમનગર ખાતે રાત્રીના સમયે બે બાઇક સવાર પલ્સર પર આવ્યા હતા અને વેપારી પંકજ ભગોડિયા પર ફાઇરિંગ કરીને જતા રહ્યાં હતા. જેમાં વેપારી પંકજને ગંભીર ઇજા પહોંચી હતી, તેમને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા પરંતુ છાતીના ભાગે ગોળી વાગી હોવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું.
મૃતક અગ્રવાલ ટાવરમાં સોના-ચાંદીનો શો રૂમ ધરાવે છે. દરરોજની જેમ પંકજભાઇ તેમના મોટા ભાઇ વિજયભાઇને લઇને નિકળ્યા હતા અને તેમને ઘરે ઉતારીને પોતાના ઘરે જઇ રહ્યાં હતા ત્યારે આ ઘટના ઘટી હતી. શાંત રાત્રીમાં અચાનક ફાયરિંગના એક પછી એક બે રાઉન્ડ સાંભળવા મળતાં સ્થાનિક રહીશો એકત્ર થઇ ગયા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે પોલીસે બાઈક સવાર બે યુવાનો વિરુદ્ધ લૂંટ અને હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
