કોરોના વાયરસના કારણે ગુજરાતમાં પહેલુ મોત, સુરતમાં 69 વર્ષીય દર્દીનુ મોત
કોરોના વાયરસના કારણે આજે ગુજરાતમાં મૃત્યુનો પહેલો કેસ સામે આવ્યો છે.
કોરોના વાયરસના કારણે આજે ગુજરાતમાં મૃત્યુનો પહેલો કેસ સામે આવ્યો છે. સુરતમાં 69 વર્ષના વૃદ્ધનુ કોરોના વાયરસના સંક્રમણના કારણે મોત નીપજ્યુ છે. આ વૃદ્ધ છેલ્લા ચાર દિવસથી કોરોનાનો રિપોર્ટ પૉઝિટીવ આવતા હોસ્પિટલમાં ભરતી હતા. તેએ કિડની અને અસ્થમાની બિમારીથી પહેલેથી જ પીડિત હતા. તેમની છેલ્લા ચાર દિવસથી સારવાર ચાલી રહી હતી. હવે તેમના મૃત્યુ બાદ તંત્ર દોડતુ થઈ ગયુ છે. આ વૃદ્ધ સુરતમાં અઠવાલાઈન્સમાં રહેતા હતા.

ગુજરાતમાં કોરોનાનો પહેલો મૃત્યુનો કેસ આવતા લોકોમાં ભયનો માહોલ છે. વળી, સુરતમાં અન્ય 9 દર્દીઓના રિપોર્ટ પણ પેન્ડીંગ છે જેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. સુરતમાં કુલ 397 લોકો વિદેશથી આવ્યા છે. જેમાંથી અત્યારે 1100 લોકોને ક્વૉરંટાઈન કરવામાં આવ્યા છે. વિદેશથી આવેલા લોકોએ તંત્રને માહિતી આપવા જણાવવામાં આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તમામ મહાનગરો અને નગરોમાં વિદેશથી પરત આવેલા કે વિદેશના પ્રવાસીઓને ક્વોરેન્ટાઇન કરી તેમને મળવા કે બહાર જાહેરમાં નિકળવા પર પ્રતિબંધ મુક્યો છે. સુરતમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે, જ્યારે બીજા અનેક શંકાસ્પદ કેસ હોવાના કારણે હોમ ક્વૉરન્ટીનની કામગીરી મ્યુનિસિપલ તંત્રે કડક બનાવી દીધી છે. હોમ ક્વૉરન્ટીનનો ભંગ ન થાય તેના માટે ખાસ કાર્યવાહી કરાઈ છે.












Click it and Unblock the Notifications
