For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

89 બેઠકો પર પહેલા તબક્કાનું મતદાન પુર્ણ, 60 ટકા આસપાસ મત પડ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાની 89 બેઠકો પર મતદાનના આકંડા સામે આવી રહ્યા છે. ગુજરાત ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટેની 89 સીટો પર 60 ટકા સરેરાશ મતદાન નોંધાયુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાની 89 બેઠકો પર મતદાનના આકંડા સામે આવી રહ્યા છે. ગુજરાત ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટેની 89 સીટો પર 60 ટકા સરેરાશ મતદાન નોંધાયુ છે. રાજ્યમાં મતદાતાઓમાં મતદાનને લઈને ઓછી સજગતા જોવા મળી છે અને સરેરાશ ઓછુ મતદાન નોંધાયુ છે.

vote

મતદાન દરમિયાન બે ગામડાઓમાં નાગરિકોએ મતદાનનો સંપુર્ણ બહિષ્કાર કર્યો હતો. જામજોધપુર વિધાનસભામાં આવતુ ધ્રાફા અને ઝઘડિયા વિધાનસભાના આવતા કેસર ગામમાં એક પણ મત પડ્યો નથી. સ્થાનિકોની સમસ્યાઓને લઈને મતદાનનો સંપુર્ણ બહિષ્કાર કર્યો હતો.

સૌથી વધુ મતદાનની વાત કરીએ તો, તાપી જિલ્લામાં સૌથી વધુ 72.32 ટકા મતદાન નોંધાયુ છે. બીજી તરફ ભાવનગર જિલ્લામાં સૌથી ઓછુ 51.34 ટકા મતદાન નોંધાયુ છે.

ક્યા જિલ્લામા સરેરાશ કેટલુ મતદાન?
અમરેલી - 52.73
ભરૂચ - 63.08
ભાવનગર - 51.34
બોટાદ - 51.64
ડાંગ - 64.84
દ્રારકા - 59.11
ગીર સોમનાથ - 60.46
જામનગર - 53.98
જૂનાગઢ - 52.04
કચ્છ - 54.52
મોરબી - 56.20
નર્મદા - 68.09
નવસારી - 65.91
પોરબંદર - 53.84
રાજકોટ - 51.66
સુરત - 57.83
સુરેન્દ્રનગ - 58.14
તાપી - 72.32
વલસાડ 62.46

English summary
First phase of polling in 89 seats completed peacefully
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X