ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે

ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે

દ્વારકાઃ જન્માષ્ટમી એટલે ગુજરાતીઓનો ખાસ કરીને સૌરાષ્ટ્રીઓનો સૌથી લોકપ્રિય તહેવાર, જન્માષ્ટમી પર દ્વારકાધીશના આશિર્વાદ મેળવી લોકો ધન્યતા અનુભવતા હોય છે, ભગવાન શ્રી કૃષ્ણની એક ઝાંખી માટે હજારોની સંખ્યામાં લોકો દ્વારકા નગરીમાં ઉમટી પડતા હોય છે, પરંતુ આ વખતે ભક્તો માટે માઠા સમાચાર છે. દેવભૂમિ દ્વારકાના કલેક્ટર નરેન્દ્રભાઈ મીણાએ જાહેરનામું બહાર પાડી જગત મંદિરના દરવાજા બંધ રાખવાનો હુકમ કર્યો છે.

dwarkadhish temple

પોતાના હુકમનામામાં કલેક્ટર શ્રીએ લખ્યું કે, દ્વારકામાં આગામી 12 ઓગસ્ટે જન્માષ્ટમી તેમજ 13 ઓગસ્ટે પારણા ઉત્સવ ઉજવવામાં આવનાર છે. આ ઉત્સવના ચાર દિવસ દરમિયાન અંદાજે 1.50 લાખ જેટલા ભાવિકો એકઠા થાય તેવી સંભાવના છે ઉપરાંત લાંબી રજાઓ આવતી હોવાથી આ સંખ્યા વધી શકે તેમ છે. જેથી હાલમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતા તકેદારી તેમજ સાવચેતીના ભાગરૂપે આગામી જન્માષ્ટમી ઉત્સવ દરમ્યાન 10 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી યાત્રિકોને દર્શન માટે પ્રવેશ બંધ રાખવા અભિપ્રાય આપેલ છે.

જણાવી દઈએ કે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ના કાયદાની કલમ 144 તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005ની કલમ 34 હેઠક આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. જેથી આ વખતે જન્માષ્ટમી પર ભક્તોને દ્વારકા જવાનું વિચાર્યું હોય તો કાર્યક્રમ ટાળવાની અપીલ કરવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X