For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં અકસ્માત, ચાર લોકોના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

alang
ભાવનગર, 28 જૂન: આંધ્ર પ્રદેશમાં ગેસ પ્લાન્ટમાં ગેસ પાઇપલાઇનમાં બ્લાસ્ટના એક દિવસ બાદ ગુજરાતના ભાવનગર સ્થિત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં પણ ગેસ લીકેજ બાદ વિસ્ફોટ થયો છે. અકસ્માતમાં 5 લોકોના મોત નિપજ્યાં છે અને 10 લોકોને ઇજા પહોંચી છે.

શરૂઆતમાં મળતી માહિતી અનુસાર ગેસ લીક અને બ્લાસ્ટ પ્લોટનં 140માં થયો જ્યાં એક જહાજને તોડવાનું કામ ચાલતું હતું. અકસ્માતમાં બધા ઇજાગ્રસ્ત બધા મજૂરો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ બધાને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

ગેસ પ્લાન્ટમાં મૃતકોની સંખ્યા થઇ
તમને જણાવી દઇએ કે શુક્રવારે જ આંધ્ર પ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લાના નગરમ ગામમાં ગેલ પ્લાન્ટની ગેસ પાઇપલાઇનમાં થયો છે, જેમાં 15 લોકોના મોત નિપજ્યાં છે અને ઘણા લોકો ઘાયલ થયા હતા વિસ્ફોટ બાદ ભડકેલી આગે નજીક મકાનોને પણ પોતાની ચપેટમાં લઇ લીધા છે. આજે આ સંખ્યા વધીને 16 થઇ ગઇ છે. પૂર્વી ગોદાવરી જિલ્લાના પોલીસ અધિક્ષક જી વિજય કુમારે જણાવ્યું કે દાઝેલી હાલતમાં સારવાર કરાવી રહેલી એક બાળકીનું કાકીનાડા સ્થિતી એક ખાનગી હોસ્પિટલમાં શનિવારે મોત નિપજ્યું છે.

English summary
Five death in Bhavnagar alang shipping yard blast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X