પોરબંદર નજીક જહાજમાં ગેસ ગળતરથી પાંચના મોત

porbandar-map
પોરબંદર, 6 નવેમ્બરઃ પોરંબદરના મધદરિયે મુંબઇના એક જહાજમાં ગેસ ગળતર થતાં પાંચ ખલાસીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેને સારવાર અર્થે પોરબંદર ખસેડવામાં આવ્યો છે. મેંગ્લોરથી દુબઈ જતા આ જહાજમાં ઘટના સર્જાઇ હોવાની બાતમી મળતા કોસ્ટગાર્ડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનમાં કોસ્ટગાર્ડે 30 મેમ્બરોને બચાવી લીધા હોવાના અહેવાલ સાપડ્યાં છે.

મળેલી માહિતી અનુસાર, મેંગલોરથી દુબઇ જઇ રહેલાં મુંબઈની વરૂણ શિપીંગ કંપનીનાં જહાજમાં અચાનક ગેસ ગળતરની થયું હતું. બનાવની જાણ થતાં એસ.ઓ.એસ મોકલાતા કોસ્ટગાર્ડે હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ ગેસમાં ગુંગળાઈ જવાથી પાંચ ક્રુ મેમ્બરના મોત નીપજ્યાં હતા. જ્યારે ગેસ એન્જીનીયર અરવિંદ પંડ્યાને હાલત ગંભીર જણાતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X