For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્લેશબેક 2020: કોરોના મહામારીમાં ગુજરાતે આ મહાન પ્રતિભાઓને ગુમાવી

કોરોના મહામારીના કારણે ગુજરાતે એવી પ્રતિભાઓને ગુમાવી જેમની ખોટ હંમેશા રહેશે.

|
Google Oneindia Gujarati News

કોરોના મહામારીના કારણે ગુજરાતે એવી પ્રતિભાઓને ગુમાવી જેમની ખોટ હંમેશા રહેશે. કેટલીક હસ્તીઓએ કોરોના સામેની જંગમાં જીત મેળવી છે. ભાજપના ભીષ્મ પિતામહ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનુ 92 વર્ષની વયે નિધન થયુ. તેઓ કોરોનાની સારવાર બાદ ફેફસા અને હ્રદયની તકલીફ જણાતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ગાંધીનગરમાં સંપૂર્ણ રાજકીય સમ્માન અને ગાર્ડ ઑફ ઑનર સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી.

keshu bapa

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર, કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ નેતા અહેમદ પટેલનુ 71 વર્ષની વયે 25 નવેમ્બરે કોરોના મહામારીના કારણે નિધન થયુ. કોરોનાથી રિકવર થયા બાદ શરીરના અંગોનુ કામ કરવાનુ બંધ થતા તેઓ દિલ્લીની મેદાંતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. રાજકોટના ભાજપના અગ્રણી અને રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનુ કોરોનાની સારવાર દરમિયાન ચેન્નઈ ખાતે 66 વર્ષની વયે 1 ડિસેમ્બરના રોજ નિધન થયુ. ગુજરાતમાં ચાલી રહેલી કોરોના સારવાર દરમિયાન સ્વાસ્થ્ય વધુ ખરાબ થતાં એર એમ્બ્યુલન્સ દ્વારા તેમને ચેન્નઈ ખસેડવામાં આવ્યા હતા.

Recommended Video

Welcome 2021 : કચ્છઃ 2020ને વિદાય આપી 2021ના વર્ષની વધામણી કરતા રાજકીય, સામાજિક અને ધાર્મિક અગ્રણીઓ....

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

ગુજરાતી ફિલ્મોના મેગા સ્ટાર નરેશ કનોડિયાનુ કોરોનાની સારવાર દરમિયાન નિધન થયુ. દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયા અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. 27 ઓક્ટોબરે તેમનુ નિધન થયુ હતુ. ઉલ્લેખનીય છે કે તેમના નિધનના બે દિવસ પહેલા જ તેમના મોટાભાઈ મહેશ કનોડિયાનુ નિધન થયુ હતુ. વિશ્વવિખ્યાત જ્યોતિષાચાર્ય બેજાન દારૂવાલાનુ 29 મેના રોજ નિધન થયુ હતુ. તેમનામાં કોરોનાના લક્ષણ દેખાતા તેમના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અમદાવાદ એએમસીના પૂર્વ નેતા અને કોંગ્રેસ બહેરામપુરાના કૉર્પોરેટર બદરુદ્દીન શેખનુ કોરોનાની સારવાર દરમિયાન 26 એપ્રિલના રોજ નિધન થયુ હતુ. તેમને વેંટીલેટર પર રાખવામાં આવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટના જજ જીએલ ઉદવાણીનુ કોરોના સંક્રમણના કારણે 4 ડિસેમ્બરના રોજ નિધન થયુ. કોરોના સંક્રમિત થતા તેઓ બે અઠવાડિયા સુધી સારવાર હેઠળ હતા.

સુસ્વાગતમ 2021: ગૌરવવંતા ગુજરાતીઓએ નવા વર્ષને આવકાર્યુસુસ્વાગતમ 2021: ગૌરવવંતા ગુજરાતીઓએ નવા વર્ષને આવકાર્યુ

ગુજરાતની અમુક હસ્તીઓ પણ છે જેમણે કોરોના સામેની જંગ જીતી લીધી. આ યાદીમાં કોંગ્રેસના પૂર્વ નેતા અને કેન્દ્રીય નેતા ભરતસિંહ સોલંકી કોરોનાગ્રસ્ત થતાં 101 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જેમાંથી 51 દિવસ વેંટીલેટર પર રહ્યા બાદ તેમણે કોરોનાને મ્હાત આપી હતી. 22 જૂને કોરોના પૉઝિટીવ આવતા વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ અમદાવાદ ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા કોરોના ગ્રસ્ત થયા હતા. કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા તેઓ હોમ આઈસોલેટ થયા હતા.

અમદાવાદના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોનાગ્રસ્ત થયા હતા. એસવીપી હોસ્પિટલમાં 14 દિવસની સારવાર બાદ તેમણે કોરોનાને મ્હાત આપી હતી. ભાજપના કિશોર ચૌહાણ, બલરામ થવાણી, જગદીશ પંચાલ, કેતન ઈનામદાર, મંત્રી રમણભાઈ પાટકર, કોંગ્રેસના નિરંજન પટેલ, કાંતિ ખરાદી, ચિરાગ કાલરિયા અને ગેનીબેન ઠાકોર કોરોના સામેની જંગમાં જીત મેળવી છે.

દુઃસ્વપ્ન સમા 2020ને ભૂલીને વ્યાવસાયિકોએ આવકાર્યુ વર્ષ 2021દુઃસ્વપ્ન સમા 2020ને ભૂલીને વ્યાવસાયિકોએ આવકાર્યુ વર્ષ 2021

English summary
Flashback 2020: Gujarat loses these great persons in the Corona epidemic
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X