For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિસર્ગ વાવાઝોડાને પગલે કચ્છના વાતાવરણમાં આવ્યો પલટો

નિસર્ગ વાવાઝોડાના પગલે કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

|
Google Oneindia Gujarati News

નિસર્ગ વાવાઝોડાના પગલે કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ચારે તરફ ધૂળની ડમરીઓ ઉડવા સાથે વેગીલો પવન ફૂંકાયો હતો. સાથે વરસાદી ઝાપટા પડતા માહોલમાં પરિવર્તન આવ્યુ હતુ. ભૂજ શહેરમાં પણ વરસાદ પડ્યો હતો. મહારાષ્ટ્રમાં આવેલ નિસર્ગ વાવાઝોડાને પગલે આ અસર જોવા મળી હતી. ઠેર ઠેર છાંટા સાથે વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા.

Kutchh

વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જિલ્લામાં એકાએક વરસાદ આવતા બાળકો ખુશીની લાગણી જોવા મળી હતી. ભરતભાઈ નામના નાગરિકનુ કહેવુ છે કે વાતાવરણ વાદળછાયુ થઈ ગયુ છે તેમજ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તેમજ અંધારપટ જેવુ વાતાવરણ થઈ ગયુ છે. વાવાઝોડાની એટલી અસર નથી પરંતુ અમુક નાના બૉર્ડ ઉડી ગયા છે.વાવાઝોડાની વાત કરીએ તો છેલ્લા 6 વર્ષમાં આવુ 8 વાર થયુ જ્યારે ગુજરાત પર સાયક્લોનિક સ્ટૉર્મનો ખતરો તોળાયો. પરંતુ પ્રકૃતિની માયા એવી રહી કે આઠે વખત ગુજરાત મોટા વિનાશથી બચી ગયુ.

અરબ સાગરથી ખૂબ ઝડપે આગળ વધતા ચક્રવાતી તોફાનની 5 વાર તો દિશા બદલાઈ ગઈ. જ્યારે 3 વાર સમુદ્રમાં જ સમાઈ ગયુ. આ રીતે ગયા વર્ષે સાયક્લોન વાયુ આવ્યો હતો પરંતુ અણીના સમયે તેની દિશા બદલાઈ ગઈ અને તે ઓમાન તરફ વળીને સમુદ્રમાં જ સમાઈ ગયુ. માહિતી મુજબ 2014 બાદ સમુદ્રમાં ઉત્પન્ન થયેલ 8 વાવાઝોડામાં 5 વાવાઝોડા ચંપાલા, નનૌક, અશોબા, સાગર અને વાયુએ પોતાની દિશા બદલી. આ ઉપરાંત 3 વાવાઝોડા ઓખી, નિલોફર અને મહા સમુદ્રમાં જ સમાઈ ગયા.

ગર્ભવતી હાથણી મોત કેસઃ 'જાણીજોઈને ફટાકડા ખવડાવવાના દાવા પર ભરોસો કરવો મુશ્કેલ'ગર્ભવતી હાથણી મોત કેસઃ 'જાણીજોઈને ફટાકડા ખવડાવવાના દાવા પર ભરોસો કરવો મુશ્કેલ'

English summary
Following the nisarg cyclone, the atmosphere in Kutch changed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X