લોકસભા ચૂંટણી માટે બીજેપીએ ગુજરાતની તમામ સીટો પર સેન્સ પ્રકિયા શરૂ કરી
લોકસભા ચૂંટણીને લઈને હવે તમામ પક્ષો એક્શનમાં જોવા મળી રહ્યા છે. ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે તેવી સંભાવનાઓ વચ્ચે બીજેપીએ ગુજરાતમાં સેન્સ પ્રકિયા શરૂ કરી છે.
અહેવાલો અનુસાર, બીજેપીએ રાજ્યની તમામ 265 સીટો પર ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સ પ્રકિયા શરૂ કરી છે. આ પ્રકિયા પાર્ટી દ્વારા ખાનગી રીતે કરાઈ રહી હોવાના અહેવાલ છે.

સમાચારો અનુસાર, બીજેપીએ અચાનક આ સેન્સ પ્રકિયા શરૂ કરી છે અને સેન્સ પ્રક્રિયા માટે દરેક સીટ ઉપર ત્રણ ત્રણ નિરીક્ષકો પહોંચ્યા છે.
આજે બપોરે ત્રણ વાગ્યાથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થશે અને સતત બે દિવસ સુધી પ્રક્રિયા ચાલ્યા બાદ તારીખ 28 ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં તેનો અહેવાલ રજુ કરાશે.
આ પછી સમાચાર છે કે, તારીખ 29 મી એ દિલ્હીમાં મળનારી સેન્ટ્રલ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ ગુજરાતની કેટલીક સીટોના નામ જાહેર થઈ શકે છે.












Click it and Unblock the Notifications
