Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભાજપને ફટકો પૂર્વ ધારાસભ્ય સહિત પાંચ કોંગ્રેસમાં જોડાયા

congress
અમદાવાદ, 17 ઑક્ટોબરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ માહોલમાં ગરમાવો ચઢી રહ્યો છે. જો કે, આ વચ્ચે ભાજપના પૂર્વ ધારાસભ્ય ડો. જિતેન્દ્ર પટેલ સહિતના પાંચ સભ્યો કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે. અંદરના સૂત્રોની માહિતી અનુસાર કોંગ્રેસ આ સભ્યો થકી ભાજપની ચોક્કસ બેઠકોને કબજે કરશે.

સાબરમતી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ડો. જિતેન્દ્ર પટેલ, રમેશ પટેલ(દુધવાળા) ઘાટલોડિયામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ભાજપના ઉમેદવાર હતા, રાણીપ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઇ પટેલ, સીટી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અમૃતભાઇ પટેલ અને એલીસબ્રીજના ભાજપના કાર્યકર કમલેશ શાહે ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે.

કહેવાય છે કે, નારણપુરા, ઘાટલોડિયા અને એલીસબ્રિજ બેઠક ભાજપ પાસેથી છિનવવા માટે કોંગ્રેસ ડો. જિતેન્દ્ર પટેલ, રમેશ દૂધવાળા અને કમલેશ શાહને ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટ આપી શકે છે. ઉક્ત પાંચેય ભાજપના આગેવાનોને કોંગ્રેસ કાર્યાલય ખાતે શંકરસિંહ વાઘેલા, સિદ્ધાર્થ પટેલ, નરહરિ અમિન અને અર્જુન મોઢવાડિયાએ આવકાર્યા હતા.

આ તકે મોઢવાડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષની વિચારધારાને વિશ્વાસમાં મુકીને આ આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. જેમને આવકાર છે. કોંગ્રેસ પક્ષના કાર્યકારો સાથે સક્રિય રીતે જોડાઇને અમદાવાદ શહેરના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવશે.

ચૂંટણી અભિયાન સમિતિના ચેરમેન શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે દરેકનો દસકો હોય છે. ભાજપનો દસકો પૂરો થઇ ગયો છે. આજે કોંગ્રેસ પક્ષમાં જે આગેવાનો જોડાયા છે તેમના અસંખ્ય ટેકેદારો છે. તેઓ પણ કોંગ્રેસ પક્ષને મજબૂત કરવાના કામમાં લાગી જશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X