For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની હાલત લથડી

|
Google Oneindia Gujarati News

madhavsinh solanki
અમદાવાદ, 19 ડિસેમ્બર: ચાર વખત ગુજરાતની મુખ્યમંત્રીની ગાદી પર આરુઢ થઇ ચૂકેલા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ માધવસિંહ સોલંકીની હાલત લથડતા તેમને તાત્કાલિક ધોરણે સિવિલની યુ.એન. મેહતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

માધવસિંહ સોલંકીની હાલત ગંભીર હોવાના કારણે તેમણે તાત્કાલિક અમદાવાદની સિવિલ ખાતે આવેલી હાર્ટ હોસ્પિટલ યુ.એન. મેહતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્રે ડોક્ટરોએ તેમના વિવિધ રિપોર્ટ કરાવ્યા છે અને તેમની સારવાર કરી રહ્યા છે.

આ દરમિયાન કોંગ્રેસના હાલના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા હોસ્પિટલ પહોંચીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. જોકે હાલમાં તેમની તબિયત કેવી છે તે અંગે ડોક્ટરોએ માહિતી આપી નથી.

પૂર્વ પ્રદેશ પ્રમુખ અને મુખ્યપ્રધાન રહી ચૂકેલા માધવસિંહ સોલંકી ચાર વખત ગુજરાતના મુંખ્યમંત્રી રહી ચૂકેલા છે. તેઓ પહેલીવાર ૨૪ ડીસેમ્બર, ૧૯૭૬ના રોજ મુખ્યપ્રધાન માટે સપથ લીધા હતા. ત્યારબાદ તેમણે ૭ જૂન, ૧૯૮૦થી લઇને ૧૦ માર્ચ, ૧૯૮૫ સુધી મુખ્યમંત્રી રહ્યા. ત્યારબાદ ૧૧ માર્ચ, ૧૯૮૫થી લઇને ૬ જુલાઈ, ૧૯૮૫ના વર્ષ માટે અને ૧૦ ડીસેમ્બર, ૧૯૮૯થી ૪ માર્ચ, ૧૯૯૦ના વર્ષ માટે મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માધવસિંહ સોલંકીએ 1985ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધીની સૌધી વધારે અને રેકોર્ડ બ્રેક 149 બેઠકો પ્રાપ્ત કરીને મુખ્યમંત્રી બન્યા હતા. તેમના આ રેકોર્ડને હજી સુધી કોઇ તોડી શક્યું નથી.

આવતીકાલે વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે જેના દ્વારા ગુજરાતના મુખ્યપ્રધાનની પસંદગી થશે, એવામાં ગુજરાતના ભુતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની હાલત લથડી છે.

English summary
Formar Gujarat CM Madhavsinh Solanki admited in Hospital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X