For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NCPને મોટો ઝટકો, ગુજરાતના પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ પાર્ટીમાંથી આપ્યુ રાજીનામુ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતના પૂર્વ સીએમ અને એનસીપીના રાષ્ટ્રીય મહાસચિવ શંકરસિંહ વાઘેલાએ પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતના પૂર્વ સીએમ અને એનસીપીના રાષ્ટ્રીય મહાસચિવ શંકરસિંહ વાઘેલાએ પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. આ સાથે જ તેમણે પાર્ટીનુ સક્રિય સભ્યપદ પણ છોડી દીધુ છે. વાઘેલા ગુજરાતમાં એનસીપી અધ્યક્ષના પદ પર જયંત પટેલ ઉર્ફે બોસ્કીની નિયુક્તિ બાદથી જ પાર્ટી નેતૃત્વથી નારાજ હતા. ગુજરાતના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાનુ આ રાજીનામુ તેમની નારાજગીનુ પરિણામ છે.

shankarsingh vaghela

વાઘેલાએ વર્તમાન રાજકીય ઘટનાઓ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પાર્ટી કાર્યકર્તાઓ, નેતાઓ અને તાલુકા-જિલ્લા અને રાજ્યોના પદાધિકારીઓના પાર્ટીથી અસંતુષ્ટ હોવાને પોતાના રાજીનામાનુ કારણ ગણાવ્યુ છે. તમને જણાવી દઈએ કે એવો રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં શંકરસિંહ વાઘેલાને એનસીપીથી નારાજ બતાવવામાં આવી રહ્યા હતા. સમાચારો અનુસાર તે ગુજરાતમાં એનસીપી અધ્યક્ષ તરીકે જયંત પટેલ ઉર્ફે બોસ્કીની નિયુક્તિ બાદથી પાર્ટીથી નારાજ હતા.

તમને જણાવી દઈએ કે ગુજરાતની રાજનીતિમાં બાપૂના નામથી જાણીતા વાઘેલા 40 વર્ષથી ગુજરાતના રાજકારણમાં સક્રિય છે અને તે એક કદાવર નેતા છે. તે ભાજપમાં પણ રહી ચૂક્યા છે અને બાદમાં તેની સાથે બગાવત કરીને મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ તે કોંગ્રેસમાં જોડાયા. તેમને ભાજપમાં નરેન્દ્ર મોદીના રાજકીય ગુરુ માનવામાં આવતા હતા. તે ગુજરતામાં વિપક્ષના નેતા હતા અને ચૂંટણીની બરાબર પહેલા વાઘેલાએ કોંગ્રેસ છોડી દીધી હતી. તે ઈચ્છતા હતા કે પાર્ટી તેમના નેતૃત્વમાં ગુજરાતમાં ચૂંટણી લડે પરંતુ હાઈકમાન્ડ તેના માટે તૈયાર નહોતા.

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પૉઝિટીવગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ

English summary
former Gujarat CM Shankar Singh Vaghela resigns from NCP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X