For Quick Alerts
For Daily Alerts
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ પંડિત નવલકિશોર શર્માનું નિધન
જયપુર, 9 ઑક્ટોબર: કોંગ્રેસના વરિષ્ટ નેતા અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ પંડિત. નવલકિશોર શર્માનું 88 વર્ષની વયે સોમવારે રાતે નિધન થયું હતું. તેઓ થોડા કેટલાક સમયથી બિમાર રહેતા હતા. તેમની સારવાર દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. સોમવારે મોડીરાત્રે 11.40 મિનિટ અંતિમ શ્વાસ લીધા હતા. 5 જૂલાઇ 1925માં રાજસ્થાનના દોસા જિલ્લામાં જ્ન્મેલા પંડિત નવલકિશોર શર્માને લોકો બાઉજીના નામથી બોલાવતાં હતા.
નિધનના સમાચાર મળતાં જ મુખ્યમંત્રી અશોક ગેલોત અને શહેર વિકાસ મંત્રી શાંતિ ધારિવાલ ફોર્ટિસ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. સ્મશાનયાત્રા મંગળવારે બપોરે સાડા ત્રણ વાગે જનતા કોલોની સ્થિત તેમના નિવાસસ્થાનેથી આદર્શ નગર સ્માશાન તરફ રવાના થશે.
સ્વ. પંડિત નવલકિશોર શર્મા સક્રિય રૂપથી પોતાના વિદ્યાર્થી જીવન દરમિયાન ભારતના આઝાદીના આંદોલનમાં ભાગ લીધો હતો. ખાદી ગ્રામ ઉદ્યોગ, અને સહકારિતા આંદોલન, આદિવાસીઓના કલ્યાણ અને વિકાસમાં ખાસ રસ ધરાવતા હતા. પંડિત નવલકિશોર શર્મા ગુજરાતના રાજ્યપાલ, કેન્દ્રીય મંત્રી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટીના મહાસચિવ, પ્રદેશ અધ્યક્ષ, કેન્દ્રીય ખાદી ઉદ્યોગ આયોગ અધ્યક્ષ રહી ચૂક્યાં છે.