ભરૂચ : અંદાડા ગામના ગુમ સરપંચની લાશ મળી!

Subscribe to Oneindia News

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ સરપંચ ગુમ થયા ફરિયાદ પોલીસને મળી હતી. સરપંચ ૮ દિવસ પહેલા ઘરે મંદિર જવાનું કહી નીકળ્યા બાદ સરપંચ પરત ઘરે ન ફરતા સરપંચના પરિવારજનોર ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસ તપાસ કરતા સરપંચ પત્તો ન હતો મળી આવ્યો. આજે વહેલ સવારે પોલીસને મેસેજ મળતા અમરતપુરા ગામની સીમમાં ખુલ્લી જમીનમાં અર્ધ દટાયેલી હાલતમાં મૃતદેહ પડ્યો છે. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે આવી તપાસ કરતા મૃતદેહ સરપંચ હોવાનો ખુલાસો થયો હતો.

murder

સરપંચના મૃતદેહ મળ્યાના સમાચાર મળતા સ્થાનિકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે આરોપીએ સરપંચની હત્યા કરી મૃતદેહને દાટી દીધો હશે, જેનાથી સરપંચનો મૃતદેહ ન મળે. હાલ તો પોલીસે મૃતદેહનો કબજો લઇ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે વધુ તપાસ હાથધરી છે.

English summary
Found dead in half-buried condition in the open ground in the Amartapura village.Read here more.
Please Wait while comments are loading...