For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરા રેગિંગ મામલોઃ વધુ ચારની ધરપકડ

|
Google Oneindia Gujarati News

msu-baroda
વડોદરા, 22 ઑક્ટોબરઃ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં જૂનિયર વિદ્યાર્થી સાથે કરવામાં આવેલા રેગિંગમાં પોલીસ દ્વારા વધુ ચારની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા ચારેય એમએસ યૂનિવર્સિટીના સિનિયર વિદ્યાર્થી છે. આ પહેલા એક પ્રોફેસરની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય એક વિદ્યાર્થીનિની ધરપકડ કરવાની બાકી હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી અનુસાર એમએસ યુનિવર્સિટીમાં રેગિંગ કરવામાં આવી હોવાની ફરિયાદ સયાજી પોલીસ સ્ટેશને નોંધાતા સનસનાટી ફેલાઇ હતી. રેગિંગનો ભોગ બનનારે પોલીસને છ લોકો અંગે માહિતી આપી હતી. જેમાં એક પ્રોફેસર, ચાર વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનિ હતી. જે સબબ પોલીસે તાજેતરમાં એક પ્રોફેસરની ધરપકડ કરી હતી અને સોમવારે અન્ય ચારની ધરપકડ કરી છે.

પ્રોફેસરને આજે જ જામીન આપવામાં આવ્યા છે. પરંતુ હજુ એક વિદ્યાર્થીનિ કે જે રેગિંગ કરવામાં સામેલ હતી તેની ધરપકડ કરવાની બાકી છે. અત્રે એ વાત નોંધનીય છે કે, રેગિંગનો મામલો બહાર આવ્યા બાદ યુનિવર્સિટી દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી તે શંકાસ્પદ રહી છે, કારણ કે રેગિંગમાં જે પ્રોફેસરની ધરપકડ કરવામાં આવી હતી તેની સામે કોઇ કડક કાર્યવાહી કરવામાં આવી નથી, તેમજ તેને સસ્પેન્ડ પર કરવામાં આવ્યા નથી, ત્યારે હવે તમામની નજર પોલીસ કાર્યવાહી પર છે. પોલીસે હાલ ચારની ધરપકડ કરી પૂછપરછનો દોર શરૂ કર્યો હોવાના અહેવાલ છે.

English summary
Vadodara police arrested four student in MS university Ragging case. Before this, police has arrested university Professor. who get bail today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X