For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બનાસકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારીએ લાભાર્થીઓને મફત પ્લોટની ફાળવણી કરી

બનાસકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારીએ લાભાર્થીઓને મફત પ્લોટની ફાળવણી કરી

By Desk
|
Google Oneindia Gujarati News

બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે વર્ષોથી ઝુંપડા બનાવીને અલગ અલગ જગ્યા પર રહેતા વિચરતી- વિમુક્ત જાતિના પરિવારોને પ્લોટ મળે તે માટે વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા દ્વારા તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી. એ બાબતે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ સંવેદનશીલતા દાખવી કાકર ગામે આયોજીત કાર્યક્રમમાં જિલ્લાના ૯૦૦ થી વધારે લાભાર્થીઓને તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મફત પ્લોટની સનદો આપવામાં આવી હતી. દિયોદરના લાભાર્થીઓને પણ સનદો આપવામાં આવી હતી.

banaskantha

જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેએ દિયોદર ગામની મુલાકાત લઇ પંચાયત વિભાગ દ્વારા ફાળવાયેલ વિચરતી જાતિના ૧૧૦ લાભાર્થીઓને મફત પ્લોટનો કબજો સુપ્રત કરવામાં આવ્યો હતો. બાકીના લાભાર્થીઓને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે સનદો અને કબજા પાવતી એનાયત કરવામાં આવી હતી. આ લાભાર્થીઓને પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ફોર્મ ભરાવીને તેમને મકાન સહાય પણ પુરી પાડવામાં આવશે તેમ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતુ.

એકથી બીજી જગ્યાએ ખુલ્લા આકાશ નીચે જીવન જીવતા ઘરવિહોણા વિચરતી જાતિના લાભાર્થીઓને સ્થાયી કરવાના આશયથી ફાળવવામાં આવેલા પ્લોટથી વિચરતી- વિમુક્ત જાતિના પરિવારોને કાયમી સરનામું મળશે. મફત પ્લો‍ટ મળતા તેમના કુંટુંબમાં હર્ષ અને આનંદની લાગણી વ્યાપી છે.

English summary
free plots are allotted to beneficiary by banaskantha ddo
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X