મોદી સરકારના 8 વર્ષની ઉજવણી ગાંધીનગર જિલ્લામાં કરવામાં આવશે
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી નેતૃત્વ વાળી એનડીએ સરકારને 8 વર્ષ પુરા થતા ગાંધીનગર જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્ર સરકારની વિવધ જનકલ્યાણ કારી યોજનાઓની મહિતી આપી હતી. મોદી સરકાર દ્વારા બનવામાં આવેલી યોજનાનો લાભ દેશની જનતાને થયો હોવા
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી નેતૃત્વ વાળી એનડીએ સરકારને 8 વર્ષ પુરા થતા ગાંધીનગર જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્ર સરકારની વિવધ જનકલ્યાણ કારી યોજનાઓની મહિતી આપી હતી. મોદી સરકાર દ્વારા બનવામાં આવેલી યોજનાનો લાભ દેશની જનતાને થયો હોવાની વાત જિલ્લા પ્રમુખ દ્વારા કહેવામાં આવી હતી.

આ મામલે અનિલ પટેલે જણાવ્યુ હતુ કે, નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૧૪માં દેશના પ્રધાનસેવક તરીકેનું દાયિત્વ સંભાળ્યા બાદ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને ધ્યેયમંત્ર બનાવ્યો છે. કોઈપણ યોજના બને અને તેનો શત પ્રતિશત અમલ થઈ છેવાડાના માનવી સુધી પહોંચે તેની સીધી દેખરેખ અને કાળજી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સ્વયં લઈ રહ્યા છે.
અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના બન્ને પનોતા પુત્રો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહના દ્રઢ નિર્ધાર અને પ્રમાણિક પ્રયાસોના પરિણામે આજે ગ્રામીણ, શહેરી, મહિલાઓ, વંચિતો, ખેડૂતો, યુવાનો અને સમાજના દરેક વર્ગના જીવન ધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની મજબૂત અને નિર્ણાયક ભાજપા સરકારના કારણે "આત્મ નિર્ભર ભારત" સમગ્ર વિશ્વમાં એક આગવા અને અસરકારક બળ તરીકે ઉભરી રહ્યું છે.
પટેલે વધુમાં જણાવ્યુ હતું કે છેલ્લા આઠ વર્ષમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની દ્રઢ સંકલ્પ શક્તિ અને લોકોનો તેમના પ્રત્યેનો અતૂટ વિશ્વાસ અને સ્નેહના પરિણામે જ "આત્મનિર્ભર ભારત" "વોકલ ફોર લોકલ", "સ્વચ્છ ભારત અભિયાન" "હર-ઘર શૌચાલય" અને "ફિટ ઇન્ડિયા" જેવા અભિયાન જન આંદોલન બની ચૂક્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વોટ બેંકની પરવાહ કર્યા વિના ' દેશ પ્રથમ ' ના ભાવ સાથે " નયા ભારત" ના નિર્માણમાં સમર્પિત રીતે દેશસેવા કરી રહ્યા છે. આજે પ્રશાસનિક વ્યવસ્થાઓ એ જ છે જે પહેલા હતી પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે તેને નાગરિક કેન્દ્રિય અને ગરીબો માટે વધુ સંવેદનશીલ બનાવી છે તેમજ સમસ્યાઓના કાયમી સમાધાન તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ગાંધીનગર જિલ્લામાં પ્રદેશ ભાજપાની યોજના મુજબ ૭૫ કલાક દરેક કાર્યકર્તા સંપર્ક, તા. ૧ થી ૧૫ જૂન દરમ્યાન કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રી ઓ દ્વારા દરેક જિલ્લામાં જાહેર સભા સંબોધન, ૫ જૂનના રોજ પર્યાવરણ દિનની ઉજવણી, ૬ જૂનના રોજ મહિલા મોરચા દ્વારા પ્રત્યેક સ્વ સહાય જૂથ અને મહિલાઓનો સંપર્ક, ૭ જૂનના રોજ અનું. જાતિ મોરચા દ્વારા યુવાઓની મીટીંગ, ૮ જૂનના રોજ અનુ. જન જાતિ મોરચા દ્વારા લાભાર્થી સંપર્ક ખાટલા બેઠકો, ૯ જૂનના રોજ ઓબીસી મોરચા દ્વારા લાભાર્થી સંપર્ક - ખાટલા બેઠક, ૧૦ જૂનના રોજ ભાજપાના વિવિધ સેલ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન, કટાર લેખકો, પત્રકારો, શિક્ષકો અને ઉદ્યોગકારો સાથે બેઠકો, ૧૧ જૂનના રોજ ગરીબોનો સંપર્ક, ૧૨ જૂનના રોજ લાભાર્થી અને નવા મતદારોનો સંપર્ક, ૧૩ જૂનના રોજ ભાજપા ડોકટર સેલ દ્વારા કુપોષિત બાળકોનું હેલ્થ ચેકઅપ, ૧૪ જૂનના રોજ યુવા મોરચા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ના ઉપક્રમે દરેક જિલ્લામાં રેલી અને ૧૫ જૂનના રોજ બાકી રહેતા જિલ્લાઓમાં સભાઓનું આયોજન કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
