મોઢેરા સૂર્યમંદિરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જી 20 ના પ્રતિનિધિઓ સાથે જોડાયા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસો થી ભારત ની પ્રેસિડનસી માં જી -20 ની વિવિધ બેઠકો દેશમાં યોજાઈ રહી છે. જેનાથી ભારતને ગૌરવ પ્રદાન થયું છે. જે અંતર્ગત 2 થી 4 એપ્રિલ દરમિયાન ગાંધીનગરમાં યોજાઇ રહેલ બીજી એનર્જી વર્કિંગ ગ્રુપના પ્રતિનિધિઓએ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી.મોઢેરા સૂર્યમંદિર ની મુલાકાત પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભારતનાં જી-20 અધ્યક્ષ પદ હેઠળ દ્વિતીય એનર્જી ટ્રાન્ઝિશન્સ વર્કિંગ ગ્રૂપ (ઇટીડબલ્યુજી) સમિટમાં ગાંધીનગર ખાતે પધારેલા પ્રતિનિધિઓએ મોઢેરા સુર્યમંદિરની મુલાકાત લીધી હતી.

જી20ના સભ્ય દેશો, વિશેષ આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (આઇઇએ), એશિયા અને પેસિફિક માટે સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક કમિશન (યુએનઇએસકેએપી), યુરોપિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર આસિયાન એન્ડ ઇસ્ટ એશિયા (ઇઆરઆઇએ), ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક) અને ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (આઇએસએ) સહિતનાં આંતરરાષ્ટ્રીય સંગઠનોના 66 પ્રતિનિધિઓએ પ્રસિધ્ધ મોઢેરાના સુર્યમંદિરની મુલાકાત મા લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં તેના શિલ્પ સ્થાપત્ય અને કલાથી અભિભૂત થયા હતા. જેમાં
જી-20 ના પ્રતિનધિઓ ને મંદિરના મહત્વ અને અને તેની વિશેષતાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી.પ્રતિનિધિઓને સૂર્યમંદિરના ખગોલીય અને વૈજ્ઞાનિક તેમજ ધાર્મિક મહત્વથી સૌ અભિભૂત થયા.
સૂર્ય મંદિર કર્કવૃત રેખા ઉપર 23.35 અક્ષાંશ પર સ્થિત છે. અહીં 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરે જ્યારે દિવસના રાત્રે બંને સરખા હોય એ દિવસોમાં સૂર્યોદય સમયે સૂર્યનું કિરણ પૂર્વ દિશામાં થી સીધું ગર્ભ ગૃહમાં પ્રવેશે છે.બંધાયેલ 52 સ્તંભ જે વર્ષના 52 અઠવાડિયા દર્શાવે છે. તેમજ બાર માસ પ્રમાણે સૂર્યની બાર મૂર્તિઓ પણ છે.
આ પ્રતિનિધિઓએ મોઢેરા સુર્યમંદિર અને સુજાનપુરા સોલાર પાવર ઉત્પાદન અને સંગ્રહ પ્રોજેક્ટની મુલાકાત લીધી. સૂર્ય ઉર્જા ઉત્પાદન અને બચાવ ક્ષમતા તેમજ તેના વિવિધ કુદરતી સોર્સ અંગે પણ તેઓ માહિતગાર થયા હતા. લાઈટ એન્ડ સાઉન્ડ શો માં અપાયેલ વૈદિક કાળથી સૂર્યની ઉત્પત્તિ તેમજ પ્રવર્તમાન સમયમાં વિવિધ ક્ષેત્રોમાં મનુષ્યના જીવનમાં ઉપયોગીતા તેમજ વિશ્વભરમાં સૂર્યનું મહત્વ અને વિશેષતા અંગેના વિડીયો થી ઉપસ્થિત મહાનુભાવો અત્યંત પ્રસન્ન અને પ્રભાવિત થયા હતા
આ પ્રસંગે મંત્રીઓ, ધારાસભ્યઓ તેમજ પદાધિકારીશ્રીઓ માં ઊર્જા અને નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ,ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ હળપતિ,સંસદ સભ્ય શારદાબહેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર,ધારાસભ્ય સર્વે કીરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર,મુકેશભાઇ પટેલ,કરશનભાઇ સોલંકી, અગ્રણી રજનીકાંત પટેલ,અગ્રણી સર્વ ગીરીશભાઇ રાજગોર,બેચરાજી તાલુકા પંચાયત પ્રમુખશ્રી સોનલબેન પટેલ,મોઢેરાના સરપંચ જતનબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા
ગુજરાત સરકારના મુખ્ય સચિવ સહિત ઉચ્ચ અધિકારીઓમાં મુખ્ય સચિવ રાજકુમાર, હાયર એન્ડ ટેકનીકલ એજ્યુકેશનના અગ્ર સચિવ એસ.જે હૈદર,ઇકોનોમીક્સ અફેરના અગ્રસચિવશ્રી મોના ખંધાર,એનર્જી એન્ડ પેટ્રોકેમિકલસ ડિપાર્ટમેન્ટના અગ્રસચિવ મમતા વર્મા,પાણી પુરવઠાના અગ્ર સચિવ ધનંજ્ય દ્રિવેદી,પ્રવાસન નિગમના સચિવ હારીત શુક્લા,ગુજરાત ઊર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડાયરેકટર જયપ્રકાશ શિવહરે, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લી.ના ડાયરેકટર વહીવટ રવિશંકર,ગુજરાત ઊર્જા વિકાસ નિગમના ડાયરેકટર ટેકનીકલ એચ.પી.કોઠારી,ગુજરાત ઊર્જા વિકાસ નિગમના લી. નાણાંના ડાયરેકટર કે.પી.જાનગીડ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
