BSFએ 'ગ્રીનિંગ ધ નેશન' પ્રોગ્રામ હેઠળ આ શહેરમાં વાવ્યા 32 હજાર છોડ
રાજસ્થાન તેમજ ગુજરાત પાસે પાકિસ્તાન સીમા પર ફરજ બજાવતા સીમા સુરક્ષા બળ(બીએસએફ)ના જવાન વૃક્ષારોપણ અભિયાન ચલાવી રહ્યા છે.
રાજસ્થાન તેમજ ગુજરાત પાસે પાકિસ્તાન સીમા પર ફરજ બજાવતા સીમા સુરક્ષા બળ(બીએસએફ)ના જવાન વૃક્ષારોપણ અભિયાન ચલાવી રહ્યા છે. આ જવાનોએ ગાંધીનગર પરિસરની સાથે સાથે ગુજરાત સીમાન્તને આધીન બધા મુખ્યાલયોમાં 32 હજાર છોડ લગાવ્યા છે. આ જવાનો 'ગ્રીનિંગ ધ નેશન'પ્રોગ્રામ ચલાવી રહ્યા છે જે હેઠળ ધરતીને લીલીછમ કરવાનો પ્રયત્ન કરતા રહે છે.

ગુજરાત સીમાન્તના મહાનીરિક્ષક જી એસ મલિકે જણાવ્યુ કે તેમની આગેવાનીમાં બીએસએફ ગાંધીનગર પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. જેમાં દેશના પ્રહરીઓએ ગૃહમંત્રાલયના નિર્દેશો હેઠળ વૃક્ષો રોપ્યા. મલિકે કહ્યુ - બીએસએફના જવાન દેશ અને સીમાવર્તી ક્ષેત્રોમાં પોતાની બધી સંસ્થાઓમાં નિયમિત રીતે વૃક્ષારોપણ અભિયાન સતત ચાલુ રાખી રહ્યા છે.
ગુજરાતમાં સુરતની રહેવાસી 27 વર્ષની એક કેન્સર પીડિત મહિલા 30 હજારથી વધુ છોડ વાવી ચૂકી છે. આ મહિલાનુ નામ છે - શ્રૃતિ વડાલિયા. તે કહે છે કે જ્યારે મને ખબર પડી કે હું બ્રેઈન ટ્યુમરનો શિકાર છુ તો મે નિર્ણય કર્યો કે કંઈક સારુ કામ કરીશ. ડૉક્ટરોએ તપાસ બાદ તેમને જણાવ્યુ કે બ્રેઈન ટ્યુમર અંતિમ સ્ટેજમાં પહોંચી ગયુ છે. એટલે કે ખૂબ જ મુશ્કેલીમાં જીવી રહી છે. પરંતુ આ જાણ્યા બાદ પણ શ્રૃતિ વડાલિયા પોતાના પથ પરથી ડગી નહિ પરંતુ રોજ ક્યાંકને ક્યાંક છોડ રોપતી રહે છે. વળી, 2 વર્ષમાં તે 30 હજારથી વધુ વૃક્ષો રોપી ચૂકી છે.












Click it and Unblock the Notifications
