For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

20 વર્ષ પહેલા શિક્ષણનું બજેટ દોઢ હજાર કરોડ, આજે 33 હજાર કરોડનું: મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર જિલ્લાની 5 બેઠકો માટે ચૂંટણી પ્રચાર કરવા દેહગામ ખાતે ચૂંટણી સભાને સંબોધ કરી હતી. પીએમ મોદી ઉત્તર ગુજરાતના પાલનપુર મોડાસા અને દેહગામ ખાતે ભાજપના ઉમેદવાર માટે ચુંટણી પ્રચાર કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર જિલ્લાની 5 બેઠકો માટે ચૂંટણી પ્રચાર કરવા દેહગામ ખાતે ચૂંટણી સભાને સંબોધ કરી હતી. પીએમ મોદી ઉત્તર ગુજરાતના પાલનપુર મોડાસા અને દેહગામ ખાતે ભાજપના ઉમેદવાર માટે ચુંટણી પ્રચાર કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે, ગાંધીનગરમા બધા કમળ ખીલવાની જવાબાદીર તમારી છે. આપણું ગાંધીનગરનો ફાયદો દહેગામ, કલોલને પણ મળે જ. આજે શિક્ષણના ક્ષેત્રનો ફાયદો સમગ્ર ગુજરાતને મળે છે. ગુજરાતમાં 20 વર્ષ પહેલા શિક્ષણનું બજેટ દોઢ હજાર કરોડ હતુ. આજે 33 હજરા કરોડ સુધી પહોચી ગયુ છે. જે એક રાજ્યના કુલ બજેટ જેટલુ છે. શિક્ષણને આધુનિક અને વૈજ્ઞાનિક બનાવાનું કામ કર્યુ છે.

NARMADA MODI

પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, ગાંધીનગરમાં એવી વ્યવસ્થા વિકસી છે કે, તે શિક્ષણનું ધામ બની ગયુ છે. ગાંધીનગરમાં 20 વર્ષ પહેલા 80 શાળાઓ હતી. આજે 300 જેટલી શાળાઓ બની ગઇ છે. આજે એન્જીનિયરિંગની 7 હાજરની સીટ છે. 20 વર્ષ પહેલા એન્જીનિયરિંગ ડિપ્લોમાંમાં 5 હજાર બેઠક છે. દુનિયાની એક માત્ર ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરનું ઘરેણું છે તમારે આંગણે દુનિયાની એક માત્ર ફોરેન્સીક સાઇયન્સ યૂનિવર્સિટી ગાધીનગરમાં છે. પીડીઇયુ યૂનિવર્સીટ, મેરિટાઇમ, નેશનલ લો યુનિવર્સિટીગાંધીનગરમાં છે. દહેગામ પાસે રાષ્ટીય રક્ષા શક્તિ યુનિવર્સિટી છે. આઇઆઇટી ગાંધીનગર આવેલી છે. બાયસેગ જે ભારત સરકારને માર્ગદર્શન પુરુ પાડે છે.

પીએમ મોદી જણાવ્યું હતુ કે, આધુનિક ઉદ્યોગો ભાવી ઉદ્યોગો સારુ શિક્ષણ મેળાવવાનું કામ પ્રોફેશલ કોર્ષના લીધે ભારતનો પ્રચમ લહેરાશે. અમૃતકાળમાં સમૃદ્ધ દેશોની હરોળમાં ગુજરાતને લઇ જવુ છે. આ કોણ કરશે? આ ગુજરાતનો જવાન કરશે. મારુ કામ તેને દિશા દેખાડવાનું છે. મારો ભરોસો તમારા પર છે.. વૈભવશાળી ગુજરાતનું સપનુ જોયુ છે. ગાંધીનગર રેલ્વે સ્ટેશન જોવા માટે દેશના લોકો આવે છે. ભારતના લોકો મોડેલ તરીકે રેલ્વે સ્ટેશન જોવા આવે છે. વંદે ભારત ટ્રેનનો જન્મ ગાંધીનગરથી થયો છે. ઉદયપુર સુધીની ટ્રેન શરુ કરવામાં આવી ટુરિઝમને ફાયદો થશે રોજગાર મળશે. આ સુવિધાનું સ્તર એ જ 21 સદી તેના માટે આપણે કામ કરીએ છીએ. ગીફટ સિટી દુનિયામાં ઇકોનોમીનું મોટુ કેન્દ્ર બની ગયુ છે. આર્થિક ઇકોનોમીનું સેન્ટર છે. અમદાવાદ ગંધીનગર ભવિષ્ય જોડાઇ ગયુ છે. દહેગામ અને કલોલના ભવિષ્યના મહાનગરો આકાર લઇ રહ્યા છે. આ મહાનગરોના ગર્ભમાં મહાનગર ગર્ભધાન થઇ ગયા છે. એટલી પ્રગતી જોવા મળી છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે, મારે માતા બહેનોનો આભાર માનવો છે. મારી પાસે શક્તિ છે તે માતાના આશિર્વાદના લીધે છે. માતા બહેનોના શસક્તિકરણ માટે કામ કરવું છે. પાકા ઘરમાં લોકો રહેતા થયા ઘરમાં ટોઇલેટ છે. 50 ટકા ઘરમાં ટોઇલેટ નહોતા ગેસ કનેક્શન આપ્યા છે આજે ગુજરાતની દિકરીઓ નેવીમાં, આર્મિમાં અને એરફોર્સમાં જાય છે. વિકાસનું કોઇ ક્ષેત્ર નહી હોય જ્યાં દિકરી ના હોય

English summary
Gandhinagar district has become the home of education: Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X