સંગીતકાર અને પૂર્વ ભાજપ સાંસદ મહેશ કનોડિયાનુ નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
ગુજરાતી ફિલ્મ સંગીતકાર, ગાયક અને પૂર્વ ભાજપ સાંસદ મહેશ કનોડિયાનુ 83 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયુ છે.
ગાંધીનગરઃ ગુજરાતી ફિલ્મ સંગીતકાર, ગાયક અને પૂર્વ ભાજપ સાંસદ મહેશ કનોડિયાનુ 83 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયુ છે. કનોડિયા લાંબા સમયથી બિમાર હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કનોડિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ, 'મહેશ કનોડિયાજીના નિધનથી અત્યંત દુઃખ થયુ છે. તેઓ એક બહુમુથી પ્રતિભાસંપન્ન ગાયક હતા, જેમને લોકોનો ભરપૂર પ્રેમ મળ્યો. એક નેતા તરીકે તે પણ ગરીબો અને પછાતોના સશક્તિકરણ માટે સમર્પિત રહ્યા. હિતુ કનોડિયાજી સાથે મે વાત કરી અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદનાઓ પ્રગટ કરી.'

મહેશ કનોડિયાએ ગુજરાતા પાટણ મત વિસ્તારથી ઘણી વાર પ્રતિનિધિત્વ કર્યુ અને તે ભાજપના સભ્ય હતા. કનોડિયાની ખાસિયત એ હતી કે તે 32 ગાયકોના અવાજમાં ગીત ગાઈ શકતા હતા જેમાં મહિલા ગાયિકાઓ પણ શામેલ છે. ગુજરાતી સિનેમાના ઘણા કલાકારોએ મહેશ કનો઼ડિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
તમને જણાવી દઈએ કે નાના ભાઈ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા બાદ તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. મહેશ-નરેશ 80ના દશકમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના પહેલા સ્ટાર્સ છે. બંનેએ આફ્રિકા, અમેરિકા અને એશિયાના અમુક દેશોમાં કાર્યક્મો આપ્યા છે. મહેશ કનોડિયાએ રવિવારે લાંબી બિમારી બાદ ગાંધીનગર સ્થિત પોતાના આવાસ પર અંતિમ શ્વાસ લીધા. મહેશ કનોડિયા લતા મંગેશકર, મોહમ્મદ રફી સહિત 32 કલાકારોના અવાજમાં ગીત ગાવા માટે પણ જાણીતા છે. તેઓ લાંબા સમય સુધી પાટણ લોકસભા માટે સંસદ સભ્ય પણ રહ્યા.
महेश कनोडिया जी के निधन से अत्यंत दुख हुआ है। वे एक बहुमुखी प्रतिभासंपन्न गायक थे, जिन्हें लोगों का भरपूर प्यार मिला। एक राजनेता के रूप में भी वे गरीबों और पिछड़ों के सशक्तिकरण के लिए समर्पित रहे। हितु कनोडिया जी से मैंने बात की और उनके परिजनों के प्रति संवेदनाएं प्रकट की।
— Narendra Modi (@narendramodi) October 25, 2020












Click it and Unblock the Notifications
