અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે નેશનલ અર્બન કોન્ક્લેવ તેમજ મેયરલ સમિટનો પ્રારંભ કરાવ્યો
Ahmedabad News: CM ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ ખાતે બે દિવસીય 'નેશનલ અર્બન કોન્ક્લેવ' (National Urban Conclave) અને 'મેયરલ સમિટ' (Mayoral Summit)નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે CMએ ભારપૂર્વક જણાવ્યું કે આ આયોજન અમદાવાદ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે સમગ્ર દેશ હાલમાં PMના માર્ગદર્શન હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યો છે.

સરદાર પટેલના વિઝન પર ચિંતન-મંથન
CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આ કોન્ક્લેવમાં સરદાર વલ્લભભાઈ પટેલની શહેરી વિકાસની તત્કાલીન વિચારધારાને આધુનિક વિકાસના મોડેલ સાથે કેવી રીતે જોડી શકાય, તે અંગે ચિંતન-મંથન કરવામાં આવશે.
તેમણે અમદાવાદના વિકાસમાં સરદાર પટેલના યોગદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે, સરદાર સાહેબે 1924થી 1928 દરમિયાન અમદાવાદ નગરપાલિકાના અધ્યક્ષ તરીકે પોતાની વહીવટી જવાબદારીની શરૂઆત કરી હતી. લગભગ 100 વર્ષ પહેલાં, તેમણે વહીવટી કુશળતા અને સુવ્યવસ્થિત શહેરી આયોજન દ્વારા દેશને 'સિટિઝન-સેન્ટ્રિક લોકલ એડમિનિસ્ટ્રેશન'નું અનોખું મોડેલ આપ્યું હતું.
સાબરમતી રિવરફ્રન્ટ બન્યો આદર્શ મોડેલ
CMએ જણાવ્યું કે, અમદાવાદનો વિશ્વ પ્રસિદ્ધ સાબરમતી રિવરફ્રન્ટ દેશના અન્ય શહેરો માટે અર્બન ટ્રાન્સફોર્મેશન (શહેરી પરિવર્તન)નું એક આદર્શ મોડેલ બની ગયો છે. શહેરી ગતિશીલતા (અર્બન મોબિલિટી) વિશે વાત કરતાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી દેશના એવા પ્રથમ PM હતા જેમણે શહેરો માટે સફળ BRTS જનમાર્ગ મોડેલનો વિચાર આપ્યો હતો. આજે મેટ્રો અને હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ્સના માધ્યમથી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટમાં અમદાવાદ શહેરી ગતિશીલતા માટે એક આદર્શ ઉદાહરણ બની રહ્યું છે.
છેલ્લાં બે દાયકામાં PMના માર્ગદર્શનમાં રાજ્યમાં શહેરીકરણનું સ્તર ઘણું વધ્યું છે અને અમૃત 2.0 તથા સ્વચ્છ ભારત મિશન-2.0 જેવા પ્રોજેક્ટ્સ દ્વારા શહેરી માળખાને પરિવર્તિત કરવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.












Click it and Unblock the Notifications
