ભાજપ ચૂંટણી સમિતિની બેઠક શરૂ, અડવાણી ગેરહાજર

ગાંધીનગર, 19 માર્ચ: ભારતીય જનતા પાર્ટી આજે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરશે. આ યાદીમાં કેટલાય દિગ્ગજ નેતાઓના નામ હોય શકે છે. બધાની નજર લાલકૃષ્ણ અડવાણીની સીટ પર ટકેલી છે. સાથે જ ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીની બીજી સીટ પર પણ એલાન થઇ શકે છે.

ગુજરાતની સ્થાનીય એકમે ગાંધીનગર અને અમદાવાદ ઇસ્ટથી લાલકૃષ્ણ અડવાણીને ઉમેદવાર બનાવવાની માંગ કરી છે. બીજી તરફ ભોપાલના સાંસદ કૈલાશ જોશીએ લાલકૃષ્ણ અડવાણીને પોતાની સીટની ઓફર કરતાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. એવામાં પાર્ટીની એક ટુકડી લાલકૃષ્ણ અડવાણીને ભોપાલની ચૂંટણી લડાવવા માંગ કરી રહી છે.

બીજી તરફ લાલકૃષ્ણ અડવાણી પોતે ગાંધીનગરથી ચૂંટણી લડવાની ઇચ્છા જાહેર કરી ચૂક્યાં છે. આજે યોજાનારી કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત કેટલાક અન્ય રાજ્યો માટે ઉમેદવારોની જાહેરાત થઇ શકે છે. આ દરમિયાન ભાજપે ગાજિયાબાદ સીટથી પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વીકે સિંહના નામ પર મોહર લગાવી દિધી છે. જરનલ વીકે સિંહના નામની ઔપચારિક જાહેરાત આજે કરવામાં આવી શકે છે.

modi-advani-1

કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાતની 26 સીટો ઉપરાંત રાજસ્થાનથી 25 સીટો, પંજાબમાં એક ગુરદાસપુરની સીટ જેના માટે વિનોદ ખન્ના દાવેદાર છે. બિહારની 3 3 સીટો- ઝંઝારપુર, સુપૌલ અને બક્સર, મહારાષ્ટ્રની 3 સીટો, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરલ અને હરિયાણાની સીટો પર પણ અંતિમ નિર્ણય થશે. મધ્ય પ્રદેશની 5 સીટો બાકી છે જેમાં ભોપાલની સીટ પર ભાજપના ઉમેદવારના નામની જાહેરાત થઇ નથી. રાજસ્થાનથી જસવંત સિંહ બાડમેર, વસુંધરા રાજેના પુત્ર દુષ્યંત સિંહ ઝાલાવાડ અને રાજ્યવર્ધન સિંહ રાઠૌર જોધપુરથી સંભવિત ઉમેદવાર છે.

આમ તો ઉત્તર પ્રદેશની 54 સીટોને જાહેરાત બાદ પણ 26 સીટો પર કોકડું ગુંચવાયેલું છે. ગાજિયાબાદ સીટ પરથી જનરલ વીકે સિંહની ઉમેદવારી નક્કી છે પરંતુ જિલ્લામાં પાર્ટીની અંદર જ તેમને લઇને જોરદાર વિરોધ થઇ રહ્યો છે. કોંગ્રેસમાંથી ગુલાટી મારનાર જગદંબિકા પાલને લઇને પણ ડુમરિયાગંજ સીટ પરથી વાતચીતને અંતિમરૂપ આપી શકાયું નથી. પરંતુ તેમની ઉમેદવારી નક્કી માનવામાં આવે છે. તો બીજી તરફ અયોધ્યા અને કાશીનો મુદ્દો ભાજપે ભલે ઉકેલી દિધો હોય પરંતુ મથુરામાં કોકડું ગુંચવાયેલું છે. જંગ શ્રીકાંત શર્મા અને અરૂણ સિંહ વચ્ચે ચાલી રહી હતી કે હાઇકમાન્ડે 'ડ્રીમ ગર્લ' હેમા માલિનીના નામ પર ચર્ચા શરૂ કરી દિધી. દરેક સીટ પર ઉમેદવારની જીત જરૂરી છે તેના માટે ભલે ઉમેદવાર બહારથી લાવવા પડે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X