ગાંધીનગરમાં તસ્કરોએ કરી 4.70 લાખ રૂપિયાના દાગીનાની ચોરી

Posted By: Staff
Subscribe to Oneindia News

ગાંધીનગર સેક્ટર 21માં આવેલા સાર્થક એપાર્ટમેન્ટમાં રહેતા 52 વર્ષીય રમીલાબેન ભરતભાઈ મડિયા તેમની 2 દીકરી અને 1 દીકરા સાથે રહે છે. જ્યારે તેમના પતિ ભરતભાઇ ભાવનગરમાં માર્ગ અને મકાન વિભાગમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવે છે. અને તેમનું વતન પણ ભાવનગર છે. થોડા દિવસ પહેલા વતનમાં આવેલા મકાનનું રિનોવેશન શરૂ કરવામાં આવ્યું હોવાથી રમીલાબેન અને પરિવાર ના સભ્યો ભાવનગર ગયા હતા. આ દરમિયાન બુધવારે સવારે તેમના એપાર્ટમેન્ટ માં રહેતા પંકજ ભટ્ટે ફોન કર્યો હતો કે રમીલાબેન ના મકાનનું તાળું તૂટેલુ છે અને ચોરી થઈ છે.

crime

જેથી રમીલાબેન અને પરિવારના સભ્યો તાત્કાલિક ગાંધીનગર આવ્યા હતા અને તપાસ કરતા ખબર પડી હતી કે તસ્કરોએ તિજોરી તોડી રૂપિયા 4.70 લાખની કિંમત ના દાગીના ની ચોરી કરી હતી. જેમાં સોના ચાંદીના દાગીના અને રોકડ હતી. આ અંગે સેક્ટર 21 પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે એપાર્ટમેન્ટમાં સીસીટીવી ના હોવાના કારણે ગુનો ઉકેલવામાં પોલીસને મુશ્કેલી પડી શકે તેમ છે. પણ નવાઇની વાત તે પણ છે કે ગુજરાતની રાજધાની તેવા ગાંધીનગરમાં પણ તસ્કરોનો ત્રાસ એટલો જ ફેલાયેલો છે.

English summary
Gandhinagar : Thieves looted 4.7 lakhs jewelry. Read more on it here

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.