મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પ્રસ્તુત કરાઇ ગૌરવ સન્માન ટ્રોફી
Gujarat tableau: 75મા પ્રજાસત્તાક પર્વની નવી દિલ્હી ખાતેની રાષ્ટ્રીય પરેડમાં કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલા ગુજરાતના ટેબ્લો 'ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટૂરિઝમ વિલેજ UNWTOને પીપલ્સ ચોઈસ એવોર્ડ કેટેગરીમાં પ્રથમ ક્રમનું ગૌરવ સન્માન મળ્યું છે.
આ ગૌરવ સન્માન તથા જ્યુરી ચોઇસનું દ્વિતીય ક્રમનું પારિતોષિક નવી દિલ્હીમાં ૩૦ જાન્યુઆરીએ રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી અજય ભટ્ટના હસ્તે ગુજરાતને એનાયત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ ગૌરવ સન્માન ટ્રોફી અને પ્રશંસાપત્ર બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના સચિવ અને માહિતી પ્રસારણ સચિવ અવંતિકા સિંઘ અને માહિતી નિયામક ધીરજ પારેખે ટિમ માહિતી સાથે રહીને પ્રસ્તુત કર્યા હતા.
આ એવોર્ડ ત્યાર બાદ રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી મંડળે આ ગૌરવ સિદ્ધિને બિરદાવતાં માહિતી પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.












Click it and Unblock the Notifications
