For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગીર: વરસાદની મજા માણતો જોવા મળ્યો જંગલનો શાહી પરિવાર

સિઝનનો પહેલો વરસાદ, ધીમે-ધીમે વરસી રહેલ વરસાદનાં ટીંપાં અને આવી રહેલ માટીની મોહક સુગંધ, કોને ન ગમે! ચોમાસાની શારૂઆત જ એટલી અદભુત લાગે કે, દરેકના ચહેરા પર સ્માઈલ આવી જ જાય. જ્યારે વરસાદમાં ભીના થવાની વાત આવે છે, ત્યારે તે

|
Google Oneindia Gujarati News

સિઝનનો પહેલો વરસાદ, ધીમે-ધીમે વરસી રહેલ વરસાદનાં ટીંપાં અને આવી રહેલ માટીની મોહક સુગંધ, કોને ન ગમે! ચોમાસાની શારૂઆત જ એટલી અદભુત લાગે કે, દરેકના ચહેરા પર સ્માઈલ આવી જ જાય. જ્યારે વરસાદમાં ભીના થવાની વાત આવે છે, ત્યારે તે વધુ આનંદદાયક હોઈ શકે છે અને શું નહીં. માણસ હોય કે પ્રાણી, વરસાદ સાથેની આ સૌથી ખાસ તક કોઈ ગુમાવવા માંગતું નથી.

Gir

તાજેતરમાં જ ગુજરાતના ગીરના જંગલમાં એક અદભુત નજારો જોવા મળ્યો છે, જ્યાં જંગલના રાજા સિંહનો આખો પરિવાર પણ વરસાદની મજા માણતો જોવા મળ્યો. જેમાં સિંહણની સાથે એક-બે નહીં, પરંતુ પૂરાં પાંચ શાવક (બચ્ચાં) વરસાદની મજા માણતાં જોવા મળ્યાં. વન્યજીવ પ્રેમી પરિમલ નાથવાણીએ ખૂબજ અદભુત રીતે આ દ્રષ્ય તેમના કેમેરામાં કેદ કર્યું છે, જેને તેમણે દેશના પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, કૂ એપના પોતાના હેન્ડલ મારફતે પોસ્ટ કર્યો છે. આ પોસ્ટ કરતાં તેઓ કહે છે:

વરસાદે ગીરના જંગલનું વાતાવરણ મનમોહક બનાવી દીધુ છે. જુઓ કેવી રીતે સિંહણ અને નાનાં-નાનાં શાવકો વરસાદનો આનંદ લઈ રહ્યાં છે. વિડીયો જોઈને એવું લાગે છે કે જંગલનો રાજવી પરિવાર વાદળી આકાશ નીચે ખુલ્લા હાથે ચોમાસાને આવકારવા ઉભો છે અને "બરસો રે મેઘા બરસો" કહી રહ્યો છે.

આ વાત તો એકદમ સાચી છે કે, પહેલા વરસાદે ખરેખર જ ગિરના જંગલનું વાતાવરણ અદભુત બનાવી દીધુ છે. નહીંતર આ રીતે સિંહનો આખો પરિવાર વરસાદની મજા લૂંટે તે શક્ય જ ન બનત, આ સુંદર વિડીયો જોઈ, એ તો સ્પષ્ટ થઈ જ જાય છે કે, વરસાદ માત્ર માણસો આનંદવિભોર કરી દે એવું નથી, જંગલનાં પ્રાણીઓને પણ ખુશ કરી દે છે, એટલે જ તો જંગલના શાહી પરિવારે ચોમાસાના પહેલા વરસાદનું આટલું ભવ્ય સ્વાગત કર્યું હતુ.

English summary
Gir: The lion family was seen enjoying the rain
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X