બજાણા રેલવે સ્ટેશનને આપો ભૂજ ટ્રેનનું સ્ટોપેજ, AAPએ કરી રજૂઆત

આમ આદમી પાર્ટીએ ગત વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠકો મેળવી ગુજરાતમાં શાનદાર શરૂઆત કરી છે. જે બાદ આમ આદમી પાર્ટી દ્વારા જનતાના સવાલો સરકાર સમક્ષ ઉઠાવવામાં સતત આગળ રહે છે. આ સાથે રાજકીય અને સ્થાનિક રીતે પણ સક્રિય ભૂમિકામાં જોવા મળે છે.

આ વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા પાટડી તાલુકાના બજાણા રેલવે સ્ટેશન પર અમદાવાદથી ભૂજ જતી અને ભૂજથી અમદાવાદ આવતી ટ્રેનને સ્ટોપેજ માટે સુરેન્દ્રનગર લોકસભા સાંસદને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

Aam Aadmi Party

આ અંગે આમ આદમી પાર્ટી-ગુજરાતના સૌરાષ્ટ્ર પૂર્વ ઝોનના સંગઠન મંત્રી અમૃત મકવાણાએ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી સાંસદ ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરાને લેખિત રજૂઆત કરી હતી.

આ લેખિત રજૂઆતમાં તેમણે લખ્યું હતું કે, ટ્રેન (BHUJ SBT SPL. ટ્રેન નંબર 09455) પાટડી તાલુકાનું બજાણા રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવે, જેથી પાટડી તથા આસપાસના મુસાફરોને પ્રવાસ કરવામાં સરળતા રહે.

Aam Aadmi Party

આ સાથે તેમણે અરજીમાં લખ્યું હતું કે, ભુજ થી અમદાવાદ ચોથી સાજરમતી ટ્રેન (BHUJ SBT SPL. TRAINના. 09455) સરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બજાણા રેલવે સ્ટેશન પર ચાલી રહી છે, પરંતુ ખારાપાટના આટલા મુસાફરોને કોઈ સ્ટોપેજ નથી જેના કારણે વેપારીઓ, પ્રવાસીઓ, મજૂરો અને સ્થાનિક લોકોને ભારે અગવડતા ભોગવવી પડી રહી છે. આ સાથે લોકો ખારાઘોડા રણ વિસ્તારની મુલાકાત મોટી સંખ્યામાં લે છે, તેમની સગવડ માટે બજાણા રેલવે સ્ટેશન પર સ્ટોપઓવર આપવામાં આવે તેવી માંગ ડિવિઝનલ રેલવે મેનેજરને કરવામાં આવે તેની માંગ કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X