સોનિયાજીને વ્હીલચેર કે સ્ટ્રેચર પર લઇ જવા જોઇતા હતાઃ મોદી
ગાંધીનગર, 27 ઑગસ્ટઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી છે. સોનિયા ગાંધીને એમ્સમાંથી ડિસચાર્જ કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર થકી શુભેચ્છા પાઠવી હતી.
લોકસભામાં સોમવારે રાત્રે યુપીએના સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ખાદ્ય સુરક્ષા બિલને લીલી ઝંડી મળી ગઇ. બિલ નીચલી સદનમાં મોડી રાત્રે પસાર કરવામાં આવ્યો. કોંગ્રેસ પાર્ટી આ ખુશીને ઉજવે તે પહેલાં જ તેમના ચીફ સોનિયા ગાંધીનું સ્વાસ્થ્ય ખરાબ થઇ ગયું અને તેમણે સંસદ ભવનથી સીધા એમ્સ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પાંચ કલાક હોસ્પિટલમાં રાખવામાં આવ્યા બાદ તેમને ડિસચાર્જ કરી દેવામાં આવ્યા હતા.

મોદીએ કહ્યું કે, સંસદમાં પ્રાથમિક મેડિકલ સુવિધાનો ઉપયોગ નથી કરાયો તેનાથી ચિંતિત છું. જો વ્હીલચેર અથવા તો સ્ટ્રેચરનો ઉપયોગ સંસદમાં કરવામાં આવ્યો હોત તો તે સારું રહ્યું હોત. તેમજ તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સોનિયાજીને હોસ્પિટલ કોઇ સારા ઇક્વિપમેન્ટવાળી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઇ જવા જોઇતા હતા.












Click it and Unblock the Notifications
