ગોધરાકાંડ: હાઇકોર્ટે 11 દોષીઓની ફાંસીને ઉંમરકેદમાં બદલી
ગોધરાકાંડના 11 દોષીઓની ફાંસીની સજા ગુજરાત હાઇકોર્ટે ઉંમરકેદમાં બદલી. સાથે જ સરકારને કારસેવકોના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય કરવાની વાત કરી. જાણો ગોધરાકાંડ પર ગુજરાત હાઇકોર્ટના ચુકાદા વિષે વધુ અહીં.
2002માં ગોધરામાં થયેલા ગોધરાકાંડમાં આજે હાઇકોર્ટમાં ચુકાદો આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે આ મામલે 11 દોષીઓની ફાંસીની સજાને બદલીને ઉંમરકેદ કરી છે. ઉલ્લેખનીય છે કે એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગોધરાકાંડ પર આવેલો આ નિર્ણય ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. વર્ષ 2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસની એક બોગીમાં ભીડ દ્વારા આગ લગાવી 59 લોકોને જીવતા બાળવામાં આવ્યા હતા. જે પછી ગુજરાતમાં કોમી હિંસા ભડકી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં 2011માં એસઆઇટીની વિશેષ કોર્ટે 31 લોકોને દોષી જાહેર કર્યા હતા અને 63 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. આ નિર્ણયને પાછળથી હાઇકોર્ટમાં લઇ જવામાં આવ્યો હતો.













Click it and Unblock the Notifications
