For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના હિતમાં કેન્દ્રનો વધુ એક નિર્ણય 36 MHZ બેંડવીથની મંજૂરી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 14 નવેમ્બરઃ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની કેન્દ્ર સરકારે ગુજરાતને વિવિધ શૈક્ષણિક અને તાલીમ કાર્યક્રમોના ઉપગ્રહ પ્રસારણ માટે 36 MHZ બેંડવીથના ઉપયોગની મંજૂરી આપી છે.

આ બેંડવીથની પરવાનગી મળતાં હવે 16 જેટલી નવી ચેનલ્સ ગુજરાત શરૂ કરી શકશે. કેન્દ્રીની તત્કાલિન યુ.પી.એ. સરકાર સમક્ષ પૂર્વ મુખ્યતમંત્રી નરેન્દ્ર મોદીએ વારંવાર કરેલી આ અંગેની રજુઆતો છતાં ગુજરાતની આ માંગણી કાને ધરવામાં આવતી જ ન હતી. મુખ્યમંત્રી આનંદીબેને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે સત્તા સૂત્રો સંભાળતાં જ ગુજરાતના આ લાંબા સમયથી પડતર પ્રશ્ન્નો સુખદ અંત લાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારના બાયસેગ-સેટકોમને આ બેંડવીથનો ઉપયોગ શરૂ કરવા આપેલી ત્વરિત પરવાનગી માટે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

anandiben-patel-gujarat
ભારત સરકારે આ બેંડવીથ શરૂ કરવા ગુજરાતને આપેલી મંજૂરીથી હવે 16 જેટલી શૈક્ષણિક વિષયક નવી ચેનલો દ્વારા કૌશલ્યવર્ધન અને તાલીમને લગતા કાર્યક્રમો, ધોરણ-10,11 અને 12 ગણિત અને વિજ્ઞાન વિષયોના ટ્યુશન, પ્રાથમિક-માધ્યમીક-ઉચ્ચ્તર માધ્યમીક-તકનીકી-તબીબી શિક્ષણને લગતા કાર્યક્રમો, નોકરી માટેની પરીક્ષાઓની તૈયારી કરવા માટે માર્ગદર્શન, રોજગાર ક્ષમતા (employability) વધારવા માટેના કાર્યક્રમો (ઇન્ડ્સ્ટ્રીના સહયોગ સાથે) આરોગ્ય, કૃષિ અને પશુપાલનને લગતા કાર્યક્રમો, વિભાગીય તાલીમ કાર્યક્રમોનું આયોજન-પ્રસારણ કરી શકશે. આ કાર્યક્રમો આયોજનથી વિદ્યાર્થીઓની યોગ્યતામાં વધારો થશે, પરિણામો સુધરશે, નોકરી માટેની યોગ્યથતામાં વૃધ્ધિ થશે.

વિદ્યાર્થી-વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ટ્યુશનનો લાભ મળશે તેમજ ગ્રામીણ વિદ્યાર્થીઓને સમાન શિક્ષણનો લાભ મળતો થશે. એટલું જ નહીં સેટેલાઇટ દ્વારા ઘર સુધી જોડાણ થઇ શકશે અને શિક્ષકની યોગ્યતા સજ્જતા વધવા સાથે રોજગાર ક્ષમતામાં પણ વધારો થશે. આવા બહુવિધ સેટેલાઇટ-બાયસેગ પ્રસારણો દ્વારા ગુજરાતમાં શિક્ષણ, તાલીમ, સજાગતા અને વિકાસ સ્પટર્શીય કાર્યક્રમોને વધુ વ્યાતપક સ્તરે વિકસાવી શકાશે.

English summary
GoI grants approval to Gujarat for utilizing transponder of 36 MHz Q-band capacity
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X