અમદાવાદ એરપોર્ટ પરથી રૂ.1 કરોડનું સોનું ઝડપાયું

Subscribe to Oneindia News

અમદાવાદ ના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક મહિલા અને પુરુષ યાત્રી પાસેથી 6 કિલો જેટલું સોનું ઝડપાયું છે. કસ્ટમ વિભાગને બાતમીના આધારે આ સોનું ઝડપી પાડ્યું છે. નોંધનીય છે કે કસ્ટમ વિભાગ ને તેવી બાતમી મળી હતી કે અમદાવાદ એરપોર્ટ પરથી યાત્રી દ્વારા સોનાની દાણ ચોરી કરીને સોનું લઈમાં આવશે. જે બાદ કસ્ટમ વિભાગ વોચ ગોઠવી તૈયાર કરી હતી. બાતમીના આધારે જ કસ્ટમ વિભાગ મુસાફરની તપાસ કરતા મુસાફર જોડેથી દાણ ચોરી કરેલું સોનું મળી આવ્યું હતું.

gold

ત્યારે એરપોર્ટ પરથી જે સોનું તપાસ દરમિયાન મળી આવ્યું છે તેની અંદાજીત કિંમત રૂ. 1 કરોડની લગાવવામાં આવે છે. તપાસ દરમિયાન કસ્ટમ વિભાગને શંકા ગઈ હતી પુરુષના શરીરમાં શંકાસ્પદ ધાતુ છે. તે બાદ કસ્ટમ વિભાગ દ્વારા મેટ્રો કોર્ટમાં એક્સરે કરાવવા માટે અરજી કરવામાં આવી હતી. જોકે બાદમાં વધુ તપાસમાં આ સોનું મળી આવ્યું હતું. હાલ કસ્ટમ અધિકારીઓ તે વાતની તપાસ હાથધરી છે કે આ મુસાફર સોનું ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઇ જવાનો હતો.

English summary
Gold seized from Ahmadabad Airport worth rupees 1 crore.
Please Wait while comments are loading...