ગુજરાતમાં ચોમાસું સારૂં રહેવાની આગાહી : 15 જૂને આગમન

અમદાવાદ, 24 મે : ગત ચોમાસાની નિષ્‍ફળતાના કારણે કારમી અછતનો સામનો કરી રહેલા ગુજરાતવાસીઓ માટે આ વર્ષે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. આગામી ચોમાસુ સારૂં રહેવાની આગાહી કરવાની સાથે રાજયમાં લગભગ 15 જૂનની આસપાસ ચોમાસાનો વરસાદ શરૂ થવાનું પૂર્વાનુમાન કરવામાં આવ્‍યું છે.

બંગાળના અખાત અને આંદામાન સમુદ્રના અમુક ભાગમાં નૈઋત્‍યના ચોમાસાનું આગમન થઇ ગયું છે. જેના પગલે કેરળમાં લગભગ 3 જૂનની આસપાસ ચોમાસું બેસવાની સંભાવના છે. ત્‍યારબાદ તબક્કાવાર રાજયના અન્‍ય ભાગોમાં ચોમાસાના વરસાદનો પ્રારંભ થશે. બંગાળના અખાતમાં વાવાઝોડા જેવી સ્‍થિતિ નિર્માણ પામતા કેરળમાં નિર્ધારિત સમય કરતા સહેજ મોડા વરસાદનું આગમન થશે. પરંતુ પવનની દિશા અને હવામાનના અભ્‍યાસ પરથી સમગ્ર ભારતમાં 98 ટકા વરસાદની આગાહી કરવામાં આવી હતી.

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

Vibrant colors of Monsoon

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

Vibrant colors of Monsoon

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

Vibrant colors of Monsoon

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

Vibrant colors of Monsoon

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

Vibrant colors of Monsoon

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

Vibrant colors of Monsoon

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

Vibrant colors of Monsoon

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

Vibrant colors of Monsoon

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

Vibrant colors of Monsoon

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

Vibrant colors of Monsoon

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

Vibrant colors of Monsoon

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

Vibrant colors of Monsoon

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

Vibrant colors of Monsoon

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

Vibrant colors of Monsoon

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

ભારતમાં ચોમાસાના વિવિધ રંગો

Vibrant colors of Monsoon

ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને અન્‍ય પરિબળો જોતા આ વર્ષે ચોમાસાની સફળતાની શક્‍યતા છે. ગત વર્ષે મુખ્‍યત્‍વે સૌરાષ્ટ્ર-કચ્‍છમાં ચોમાસું નિષ્‍ફળ રહેતા ઉનાળાની શરૂઆતથી જ જળાશયો અને નદી-નાળાં ખાલી થઈ જતા પાણી અને દ્યાસચારાની તીવ્ર તંગી અનુભવી રહેલા લોકો સારા ચોમાસાની આગાહીથી ખુશખુશાલ જણાય છે. મિટીરીયોલોજીકલ સેન્‍ટર, અમદાવાદના ઈન્‍ચાર્જ ડાયરેક્‍ટર જયંત સરકારે આગામી ચોમાસું સારું રહેવાનું પૂર્વાનુમાન વ્‍યક્‍ત કર્યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, બંગાળના અખાતના દક્ષિણ ભાગમાં નૈઋત્‍યનું ચોમાસું બેસી ગયું છે અને 3 જૂન સુધીમાં કેરળમાં પણ તેનું આગમન થઈ જશે.

ગુજરાતમાં આગામી 15 જૂન સુધીમાં નિયમિત વરસાદની આશા રાખીએ છીએ તે મુજબ તે અરસામાં જ વિધિવત્‌ રીતે ચોમાસું બેસવાની સંભાવના છે. હવામાન વિભાગ વરસાદ લાવતા નૈઋત્‍યના પવનોની દિશા અને ચોમાસાની સક્રિયતા ઉપર લગાતાર નજર રાખી રહ્યું છે. સારા વરસાદની તારીખવાર પત્રક જાહેર કરવું હાલ શક્‍ય નથી પરંતુ ગત વર્ષની નિષ્‍ફળતા બાદ આ વર્ષે સારો વરસાદ પડવાની આશા છે.

દરમિયાન ગ્રહો અને નક્ષત્રોના આધારે ચોમાસાની આગાહી કરતા અનુભવીઓએ પણ ખૂબ સારો વરસાદ પડવાનું પૂર્વાનુમાન વ્‍યક્‍ત કર્યું છે. દ્વારકા તાલુકાના અણિયારીમાં રહેતા વર્ષા વિજ્ઞાની સાજણભા સુમણીએ જણાવ્‍યું હતું કે, ગર્ભની રીતે વરસાદ સારો થાય તેવું અનુમાન છે. હોળીનો પવન પશ્ચિમી દિશાનો હતો. જેનાથી સારા વરસાદની આશા બંધાઈ છે. તેમજ અખાત્રીજનો પવન નૈઋત્‍ય ખૂણાનો હતો. જેથી ભડલી વાક્‍યના મતે પણ ચોમાસું સફળ રહેવાની શક્‍યતા છે પરંતુ દુર્વાસા મુનિના મતે પવન ખરાબ છે. જેના કારણે કદાચ વરસાદ ઉપર માઠી અસર પડવાની સંભાવના છે.

આકાશમાં બંધાતો ગર્ભ, હોળીનો પવન, અખાત્રીજનો પવન અને અન્‍ય આકાશીય ચિહ્નો જોતા 15 જૂનના સમયગાળામાં 3થી 4 ઇંચ વરસાદ પડવાની સંભાવના છે. સમગ્ર સીઝનમાં ખૂબ સારો વરસાદ પડવાની આગાહી વર્ષા વિજ્ઞાનીએ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X