ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર, વરસાદી પાણીનો ઉપયોગ કરનારા ખેડૂતોને મળશે આ વધારાનો લાભ
રાજ્યમાં વહી જતા વરસાદી પાણીને બચાવવા માટે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. હવે સરકારે ખેડૂતો વરસાદી પાણીનો ઉપયોગ કરતા થાય તે માટે એક મોટી પહેલ કરી છે.
ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો વરસાદી પાણીનો ઉપયોગ કરતા થાય તે માટે આ અનોખી પહેલ કરી છે. સરકાર આવા ખેડૂતોને અલગથી સુવિધાઓ આપવા જઈ રહી છે.

રાજ્ય સરકારના ઉર્જા મંત્રીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યુ કે, રાજ્ય સરકારે નૂતનવર્ષે વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના ખેતરમાં હયાત વીજ કનેક્શન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવાનો નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં આ નિર્ણય કર્યો નિર્ણયો કર્યા છે. વરસાદી પાણીનો ઉપયોગ કરનારને ઉર્જા વિભાગ દ્વારા ખેડૂત ખેતરમાં વધુ એક વીજ જોડાણ આપવાના નિર્ણયના પરિણામે ખેડૂતોના પાક ઉત્પાદન વધશે અને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનશે
ખેડૂતો દ્વારા ઉર્જા મંત્રીને સરફેસ વોટર વાપરવા ઈચ્છતા ખેડૂતોને હયાત વીજ કનેક્શન સિવાય વધું એક કનેક્શન આપવા રજુઆત કરાઈ હતી, જેને લઈને આ નિર્ણય કરાયો છે.
ઉર્જા મંત્રીએ આગળ જણાવ્યુ કે, આ નિર્ણયને લીધે ખેડૂતો કેનાલ, તળાવો, નદી, ખાડી, ડેમ, ચેકડેમ, સુજલામ સુફલામ્ અંતર્ગત ભરાતા તળાવો ખેત તલાવડી, તેમજ અન્ય વરસાદી સ્ત્રોતો માધ્યમથી સિંચાઇ કરવા હેતુસર ખેડુતોને વધુ એક વીજ જોડાણ મળશે.
આનાથી ભુગર્ભ જળનો મોટાપાયે બચાવ થશે અને સાથે સાથે ખેડુતોને પણ વીજ બિલમાં બચાવ થશે. એટલું જ નહીં કાર્બન ઉત્સર્જનમાં મોટા પાયે ઘટાડો નોંધાશે તેમજ રાજ્યની આવકમાં પણ ફાયદો થશે.












Click it and Unblock the Notifications
