ગોપાલ ઈટાલિયાને AAP ગુજરાતના અધ્યક્ષ પદેથી હટાવાયા, તેની જગ્યાએ આ નેતાને જવાબદારી અપાઈ
આમ આદમી પાર્ટીઓ ગુજરાતના અધ્યક્ષ રહેલા ગોપાલ ઈટાલિયાને પદ પરથી હટાવ્યા છે અને હવે ગુજરાતની જવાબદારી ઈશુદાન ગઢવીને સોંપવામાં આવી છે.
અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પુરી તાકાત સાથે ઉતરી હતી અને 5 સીટો જીતવામાં સફળ પણ રહી હતી. જો કે જે રીતે આમ આદમી પાર્ટીએ પ્રચાર કર્યો હતો તે મુજબ પ્રદર્શન કરી શકી નથી. આ તમામ ઘટનાઓ વચ્ચે હવે પાર્ટી સંગઠનમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.

સામે આવી રહેલા સમાચારો અનુસાર આમ આદમી પાર્ટીઓ ગુજરાતના અધ્યક્ષ રહેલા ગોપાલ ઈટાલિયાને પદ પરથી હટાવ્યા છે અને હવે ગુજરાતની જવાબદારી ઈશુદાન ગઢવીને સોંપવામાં આવી છે. અહીં અન્ય એક મોટા સમાચાર એ પણ છે કે પાર્ટીએ ઈસુદાન ગઢવી પ્રમુખ બનાવવા સાથે સાથે અલ્પેશ કથિરિયા અને ચૈતર વસાવાને કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફથી ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાએ મોર્ચો સંભાળ્યો હતો ત્યારે હવે ગોપાલ ઈટાલિયાને પ્રમુખ પદેથી હટાવીને મહારાષ્ટ્રના પ્રભારી બનાવાયા છે. આ સિવાય ગોપાલ ઈટાલિયાને આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી પણ બનાવાયા છે.
અહીં તમને જણાવી દઈકે આદમી પાર્ટી 2024ની ચૂંટણી માટે પણ તૈયારીમાં છે ત્યારે હવે સંગઠનને મજબુત કરવા પર ધ્યાન આપી રહી છે. પાર્ટીને ગુજરાતમાં ભલે સફળતા નથી પણ તેની કામગીરીએ લોકોને તેના તરફ આકર્ષ્યા છે.












Click it and Unblock the Notifications
