સરકારી કર્મચારીઓ માણશે મોટું મિનિ વેકેશન

deep
ગાંધીનગર, 9 નવેમ્બર : ગુજરાતના સરકારી કર્મચારીઓને આ દિવાળીમાં મોટું મીની વેકેશન મળવાનું છે. સપ્તાહમાં વચલા દિવસોમાં આવતી દિવાળી, બેસતું વર્ષ અને ભાઇ બીજની રજાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે 12 નવેમ્બર, 2012 સોમવારે રજા જાહેર કરી છે. આ કારણે રજાનું એડજેસ્ટમેન્ટ કરીને કર્મચારીઓ પાંચ છ નહીં પૂરા નવ દિવસનું લાંબું મીની વેકેશન માણી શકશે.

ગુજરાત સરકારે 12 નવેમ્બરની રજા જાહેર કરતા કર્મચારીઓને 10 અને 11 નવેમ્બરની બીજા શનિવાર અને રવિવારની રજા સાથે સોમવારની રજા પણ મળશે. મંગળવાર, બુધવાર અને ગુરુવારે અનુક્રમે દિવાળી, બેસતું વર્ષ અને ભાઇ બીજની રજા છે. બાકી રહેલા શુક્રવાર અને શનિવારની રજા મુકીને કર્મચારીઓ રવિવાર સુધી એટલે કે પૂરા નવ દિવસની રજાનો લાભ મેળવી સોમવાર, 19 નવેમ્બર, 2012ના રોજ ફરજ પર હાજર રહી શકે છે.

આ અંગે વાત કરતા કેટલાક કર્મચારીઓએ જણાવ્યું કે "લાંબું વેકેશન મળી રહ્યું હોવાથી તહેવારની તૈયારી અને ઉજવણી કરવાની ખૂબ મજા આવશે. સાથે અન્ય કામ કાજ પૂરા કરવાની મોકળાશ છે અને જેને પણ ફરવા જવું હોય તે આરામથી ટ્રિપની મજા માણી શકે એવું આ વેકેશન છે."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X