For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં સરકારી કર્મચારીઓના માસ સીએલના એલાનને સજ્જડ પ્રતિસાદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

gujarat map
ગાંધીનગર, 27 સપ્ટેમ્બર: ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા ગુરુવારે આપવામાં આવેલા માસ સીએલના એલાનને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો છે. રાજ્યભરના આઠ લાખ જેટલા કર્મચારીઓ દ્વારા પોલીસ કેસો, હોદ્દેદારની બદલી અને છટ્ઠા પગાર પંચને લાગુ કરવાની માંગ સહિતના મુદ્દાઓને લઇને માસ સીએલનું એલાન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં ખેતીવાડી અધિકારી કચેરી સહિતની કચેરીઓના કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યાં હતા. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ઉપરાંત તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાની કચેરીઓ સુમસામ ભાસી રહી હતી.

નોંધનીય છે કે ગુરુવારે માસ સીએલ પર ઉતરવાનો નિર્ણય ગુજરાત રાજ્ય કર્મચારી સમિતિ અને ઓલ એમ્પ્લોય યુનિયન્સને એકઠા કરતી સંસ્થા અંબ્રેલા દ્વારા લેવામાં આવ્યો હતો. સરકાર સમક્ષ અનેક વખત પડતર પ્રશ્નોના ઉકેલ અર્થે માગણી કરવામાં આવી હતી, તેમ છતાં કોઇ પગલા નહીં લેવામાં આવતા રાજ્યના સરકારી કર્મચારીઓએ પોતાની સંગઠન શક્તિનો પરચો ગુરુવારે દર્શાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે માસ સીએલમાં ઓફિસર રેન્કિંગના ડેપ્યુટી કલેક્ટર અને તેમની નીચેના અધિકારીઓ, શિક્ષકો, ડોક્ટર્સ, યુનિવર્સિટીના કર્મચારીઓ, જ્યૂડિસરી સ્ટાફ, સચિવાલયના કર્મચારીઓ, પંચાયત, સિવિક બોડીઝ, બોર્ડ્સ અને કોર્પોરેશન્સ કર્મચારીઓ જોડાયા હતા.

English summary
Gujarat government staffers mass casual leave strike success.8 lakh Gujarat government staff joined this movement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X