પર્યાવરણીય સજાગતા વધારવા વલસાડમાં ક્લિન એન્ડ ગ્રીન કેમ્પસ કાર્યક્રમ યોજાયો

પર્યાવરણીય સજાગતા વધારવા વલસાડમાં ક્લિન એન્ડ ગ્રીન કેમ્પસ કાર્યક્રમ યોજાયો

વલસાડમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય અને પર્યાવરણનું જતન કરવામાં લોક સભાન બને તેવા આશય સાથે ક્લિન એન્ડ ગ્રીન કેમ્પસ કાર્યક્રમ યોજાયો હતો. વલસાડની શાહ એન એચ કૉમેર્સ કોલેજમાં ત્રયમ ફાઉન્ડેશન અને ભાગડાવડા પંચાયતના સહયોગથી ક્લિન એન્ડ ગ્રીન કેમ્પસનો કાર્યક્રમ યોજાયો હતો. પર્યાવરણ બચાવો તથા લોકોમાં ભાવિ જીવનમાં પર્યાવરણ પ્રત્યેની સજાગતા વધે તે અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી.

valsad

હાલમાં વધી રહેલા પ્લાસ્ટિકના વપરાશ અંગે ચિંતા કરવામાં આવી હતી અને પ્લાસ્ટિકના ઉપયોગ ઘટાડવા અંગે વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ અંગેની માહિતી આપી હતી. વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, જળાશયોની સફાઈ, ડુમસ બીચ ક્લિન,બાયો એન્ઝાઈમ અને ઈકોબ્રિક્સ વર્કશોપ, વેસ્ટ બર્નિંગ અલથાણ, ભટાર ડમ્પ યાર્ડ, વાયુ પ્રદૂષણ સામે રેલી, સેવ ધ પ્લાનેટ જેવા વિષયો ઉપર ઊંડાણપૂર્વકની સમજૂતી આપી હતી. સ્વસ્થ ગામ, સ્વચ્છ ગામની ભૂમિકા સમજાવી હતી.

કાર્યક્રમમાં ત્રયમ સંસ્થા તરફથી તમામ મેહમાનોને પર્યાવરણ જાગૃતિ સંદર્ભમાં તુલસીના છોડ આપી સમ્માનિત પણ કરવામાં આવ્યા હતા. ગ્રીન ક્લબના મેમ્બર્સ દ્વારા સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં જુદા જુદા આયુર્વેદિક રોપાઓનું વાવેતર કોલેજ કેમ્પસમાં કરાયું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X