યુવતીને ફોન કરવાના મામલે વડોદરામાં તલવારો ઉડી

આ બનાવ અંગે જાણવા મળ્યા મુજબ વડોદરા શહેર નજીકના ધનીયાવી ગામ ખાતે રહેતા દરબાર પરિવારની યુવતીને ગરાસિયા પરિવારના યુવક દ્વારા અવાર નવાર ફોન કરવામાં આવી રહ્યાં હતા, તેમજ એસએમએસ પણ એ યુવક કરી રહ્યો હતો. આ વાતની જાણ યુવતીના પરિવારજનોને થઇ હતી, જેથી તેઓ ઉશ્કેરાયા હતા. ઉશ્કેરાયેલા યુવતી પક્ષના ટોળા અને યુવક પક્ષના ટોળા વચ્ચે બોલાચાલી થઇ હતી અને યુવતી પક્ષ તલવારો સાથે સામા જૂથ પર હુમલો કરવા પહોંચી ગયા હતા.
તો બીજી તરફ સામા પક્ષ તરફથી યુવકના પરિવાજ જનો પણ ઘાતક હથિયારો સાથે આવી ગયા હતા. બન્ને પક્ષ તરફથી અંદાજે 30 જેટલા લોકો સામસામે આવી ગયા હતા અને ઘર્ષણ સર્જાયું હતું. આ વાતની જાણ પોલીસને થતાં પોલીસ ટીમ તુરંત ઘટના સ્થળે આવી ગઇ હતી અને બન્ને ટોળાને વિખેરવા માટે ત્રણ રાઉન્ડ હવામાં ગોળિબાર કર્યો હતો. આ ઘટનામાં ત્રણ પોલીસ કર્મીને ઇજા થઇ હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે, પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાના અહેવાલ છે.












Click it and Unblock the Notifications
