ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા માટેના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો નવી તારીખ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026ની ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટેના આવેદનપત્ર ભરવાની મુદતમાં વધારો કરાયો છે. આ નિર્ણયથી સામાન્ય પ્રવાહ સહિતના વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત મળશે.

બોર્ડના જાહેરનામા મુજબ, ધોરણ 10 અને 12ના સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ બે દિવસ લંબાવીને 24 ડિસેમ્બર 2025 થઈ છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ GSEBની સત્તાવાર વેબસાઇટ gsebeservice.com પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે.

આ આવેદનપત્રોમાં કોઈપણ પ્રકારના સુધારા કરવા કે શાળાના પ્રિન્સિપાલ દ્વારા એપ્રુવલ આપવાની અંતિમ તારીખ 26 ડિસેમ્બર 2025, રાત્રીના 12 કલાક સુધીની રહેશે. શાળાઓ દ્વારા બાકી રહેતી પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર 2025 નિર્ધારિત છે.

નોંધનીય છે કે, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના આવેદનપત્રો ભરવા, તેમાં સુધારા કરવા અને પ્રિન્સિપાલ એપ્રુવલ માટેની અંતિમ તારીખ રાબેતા મુજબ 22 ડિસેમ્બર 2025 જાળવી રખાઈ છે, તેમાં કોઈ ફેરફાર નથી. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે તારીખોમાં કોઈ ફેરફાર કરાયો નથી.

ગુજરાત બોર્ડની ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC) વિજ્ઞાન તેમજ સામાન્ય પ્રવાહની મુખ્ય પરીક્ષાઓ 26 ફેબ્રુઆરી 2026થી 16 માર્ચ 2026 દરમિયાન યોજાશે. પરીક્ષાનો સવિસ્તર કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ https://www.gsebeservice.com/ પર ઉપલબ્ધ છે.

ધોરણ 10ની પરીક્ષા સવારના સત્રમાં પ્રથમ ગુજરાતી વિષયથી શરૂ થશે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરના સત્રમાં રહેશે. બોર્ડે આ વખતે પરીક્ષા કાર્યક્રમ જાહેર કરતા પહેલા શાળા સંચાલકો અને વાલીઓ પાસેથી સૂચનો મંગાવી, તેની સમીક્ષા બાદ જ અંતિમ ટાઇમ ટેબલ તૈયાર કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X