For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર, કયા જિલ્લામાં કેટલા ટકા પરિણામ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 23 મેઃ આજે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 94.14 ટકા સુધી પહોંચ્યું છે. જેમાં વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થિનીઓ બાજી મારી ગઇ છે. તેમજ વિક્લાંગ વિદ્યાર્થીઓએ પણ ઉત્કૃષ્ઠ ટકાવારી મેળવી છે. રાજ્યના જિલ્લાનુસાર પરિણામની વાત કરીએ તો સૌથી સારો દેખાવ પાટણ જિલ્લાએ અને સૌથી નબળો દેખાવ નર્મદા જિલ્લાનો રહ્યો છે. પાટણે વિજ્ઞાન પ્રવાહમાં 98.61% પરિણામ આવ્યું છે, તો નર્મદા જિલ્લામાં 74.73% પરિણામ આવ્યું છે. કેન્દ્રવાર પરિણામની વાત કરવામાં આવે તો આસરવા, ધંધુકા અને ગોંડલમાં 100 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુરમાં 55.16% આવ્યું છે.

શૈક્ષણિક વિભાગે લીધેલી વિજ્ઞાન પ્રવાહની પરિક્ષામાં 1,14,204 વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા, જેમાંથી 1,07,506 વિદ્યાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બન્યા છે. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ મેળવેલી ટકાવારી અંગે વાત કરીએ તો, આ વખતે વિદ્યાર્થિનીઓ બાજી મારી ગઇ છે. વિદ્યાર્થિનીઓના પરિણામની ટકાવારી 94.43% છે, તો વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી 94.14% છે. વિક્લાંગોના પરિણામની ટકાવારી 100 ટકા રહી છે. ગ્રેડ અનુસાર પરિણામની વાત કરીએ તો A-1 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 306 છે, જ્યારે A-2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 3,705, B1- 9,573, B2-18,930, C1-32,601, C2-33,997 અને D ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 8,362 છે.

100 ટકા કરતાં વધારે પરિણામ ધરાવતી શાળા અંગે વાત કરવામાં આવે તો આવી શાળીની સંખ્યા 386 છે જ્યારે 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 10 છે. માધ્યમ અનુસાર ટકાવારીની વાત કરવામાં આવે તો અંગ્રેજી માધ્યમના પરિણામની ટકાવારી 96.71% અને ગુજરાતી માધ્યમના પરિણામની ટકાવારી 93.77% છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કયા જિલ્લામાં અને કેન્દ્રમાં કેટલા ટકા પરિણામ આવ્યું છે.

જિલ્લાવાર પરિણામની ટકાવારી

જિલ્લાવાર પરિણામની ટકાવારી

રાજ્યના જિલ્લાનુસાર પરિણામની વાત કરીએ તો સૌથી સારો દેખાવ પાટણ જિલ્લાએ અને સૌથી નબળો દેખાવ નર્મદા જિલ્લાનો રહ્યો છે. પાટણે વિજ્ઞાન પ્રવાહમાં 98.61% પરિણામ આવ્યું છે, તો નર્મદા જિલ્લામાં 74.73% પરિણામ આવ્યું છે.

કેન્દ્રવાર પરિણામની ટકાવારી

કેન્દ્રવાર પરિણામની ટકાવારી

કેન્દ્રવાર પરિણામની વાત કરવામાં આવે તો આસરવા, ધંધુકા અને ગોંડલમાં 100 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુરમાં 55.16% આવ્યું છે.

વિવિધ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની જિલ્લાવાર સંખ્યા

વિવિધ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની જિલ્લાવાર સંખ્યા

વિજ્ઞાન પ્રવાહમાં ડી કે તેથી ઉપરનો ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ કયા જિલ્લામાં કેટલા છે, તે આ ચાર્ટમાં જોઇ શકો છો.

ગ્રુપ વાઇઝ ગ્રેડ રિપોર્ટ

ગ્રુપ વાઇઝ ગ્રેડ રિપોર્ટ

આ ચાર્ટમાં ગ્રુપ વાઇઝ ગ્રેડ વાઇઝ રિપોર્ટ આપવામાં આવ્યો છે.

માધ્યમ વાઇઝ રિપોર્ટ

માધ્યમ વાઇઝ રિપોર્ટ

આ ચાર્ટમાં માધ્યમ વાઇઝ રિપોર્ટ આપવામાં આવ્યો છે.

કેટલા વિદ્યાર્થીએ મેળવ્યો કયો ગ્રેડ

કેટલા વિદ્યાર્થીએ મેળવ્યો કયો ગ્રેડ

આ ચાર્ટમાં કેટલા વિદ્યાર્થીઓ દ્વારા કયો ગ્રેડ મેળવવામાં આવ્યો છે તે જણાવવામાં આવ્યું છે.

Percentile Rank મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા

Percentile Rank મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા

Percentile Rankના વિતરણ મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા

વિષયવાર પરિણામની વિગત

વિષયવાર પરિણામની વિગત

આ ચાર્ટમાં વિષયવાર પરિણામની વિગત જણાવવામાં આવ્યું છે.

English summary
GSHSEB 12th Science HSC results declared
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X