Diwali 2025 : ST નિગમ દિવાળીએ 2600 વધારાની ટ્રીપોનું સંચાલન કરશે
Diwali 2025 : દિવાળીના પર્વ નિમિત્તે વતનની વાટ પકડવા આતુર મુસાફરો માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તહેવારના દિવસોમાં મુસાફરોની વધેલી સંખ્યાને પહોંચી વળવા માટે રાજ્યભરમાં કુલ 2600 જેટલી વધારાની (એક્સ્ટ્રા) બસ ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે.

આ વિશેષ આયોજન થકી અંદાજે પાંચ લાખથી વધુ મુસાફરોને લાભ મળશે, જે દિવાળી ઉજવવા માટે એક શહેરથી બીજા શહેર પોતાના વતન જઈ રહ્યા છે.
ST નિગમના આયોજન મુજબ, રાજ્યના વિવિધ શહેરો માટે સુરત વિભાગમાંથી જ સૌથી વધુ 1600 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. આ દર્શાવે છે કે સુરતમાંથી વતન તરફ જનારા મુસાફરોનો ધસારો કેટલો મોટો છે.
વધારાની બસોનું સંચાલન તારીખ 16 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર 2025 દરમિયાન કરવામાં આવશે.
સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર સહિત અન્ય વિભાગોમાં પણ મુસાફરોના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને અંદાજે 1000 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
