Gujarat News: ST નિગમની દિવાળીના તહેવારોમાં પ્રશંસનીય કામગીરી, 3.78 લાખથી વધુ મુસાફરોએ લાભ લીધો
Gujarat News: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC - ST નિગમ) દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોને તેમના માદરે વતન પહોંચાડવા માટે પ્રશંસનીય અને સુદ્રઢ કામગીરી કરવામાં આવી છે. Deputy CM હર્ષ સંઘવીના દિશાનિર્દેશ હેઠળ, ST નિગમે આ વર્ષે કુલ 8,648 જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું સફળ આયોજન કરીને 3.78 લાખથી વધુ મુસાફરોને સમયસર અને સલામત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડ્યા હતા.

ST નિગમ દ્વારા આ વર્ષે તા. 16થી તા. 20 ઓક્ટોબર, 2025 દરમિયાન, દિવાળીની ઉજવણી કરવા માંગતા નાગરિકોની સુવિધા માટે વિશેષ બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું.
સુરત અને નડિયાદમાંથી સૌથી વધુ લાભ
તહેવારોના સમયે સૌથી વધુ ટ્રાફિક અને મુસાફરોની અવરજવર નડિયાદ અને સુરત શહેરમાં જોવા મળી હતી, જ્યાંથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને અન્ય વિસ્તારોના લોકો વતન જવા માટે નીકળ્યા હતા.
- નડિયાદ: અહીંથી 1,851 એક્સ્ટ્રા ટ્રીપો ચલાવવામાં આવી હતી, જેનો લાભ 64,000 મુસાફરોએ લીધો હતો.
- સુરત: સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના રત્નકલાકારો અને અન્ય મુસાફરો માટે 1,300 ટ્રીપો દ્વારા 68,000 મુસાફરોને વતન પહોંચાડાયા હતા.
ફક્ત આ બે શહેરોમાંથી જ કુલ 3,151 ટ્રીપો દ્વારા 1.32 લાખથી વધુ મુસાફરોએ આ સુવિધાનો લાભ લીધો હતો.
મુખ્ય શહેરોમાંથી એક્સ્ટ્રા ટ્રીપોની વિગતો
ST નિગમ દ્વારા રાજ્યના અન્ય મુખ્ય શહેરો અને ડેપો પરથી પણ 8 હજારથી વધુ એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું હતું:
શહેર- એક્સ્ટ્રા ટ્રીપોની સંખ્યા- લાભાર્થી મુસાફરો (આશરે)
અમદાવાદ- 678 - 42,000
હિંમતનગર- 880 - 41,000
જૂનાગઢ- 804 - 33,000
પાલનપુર- 519 - 30,000
મહેસાણા- 645 - 25,000
વડોદરા- 437 - 17,000
રાજકોટ- 329 - 16,000
ભાવનગર- 353 - 12,000
આમ, ST નિગમે રાત-દિવસ બસો ચલાવીને લાખો મુસાફરોને દિવાળીના તહેવારોમાં તેમના ગંતવ્ય સ્થાને સલામત રીતે પહોંચાડવાની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી છે.












Click it and Unblock the Notifications
