GST માટે મળશે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય ખાસ સત્ર
ગુજરાત વિધાનસભામાં એક દિવસ માટે ખાસ સત્ર મળશે. જીએસટી બિલ પર નીતિત પટેલની જાહેરાત. વધુ વાંચો અહીં.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે તેરમી ગુજરાત વિધાનસભા ના સત્રના સમાપનના છેલ્લા દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા, વિધાનસભાના સભ્ય અને વિધાનસભા સચિવાલય સહીતના અધિકારીઓ કર્મચારીઓનો આભાર માન્યો હતો સાથે - સાથે તેમને ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા GST નો કાયદો મંજૂર કરાયો છે તેના સમર્થન માટે આગામી સમયમાં એક દિવસનું ટૂંકું સત્ર મળશે.

નીતિન પટેલે વિધાનસભા ખાતે સત્ર સમાપ્તિ છેલ્લા દિવસે રાજ્ય સરકાર વતી વિધાનસભા સત્રના સફળ સંચાલન અને માર્ગદર્શન અંગે અધ્યક્ષનો આભાર માન્યો હતો. નોંધનીય છે કે આ વખતે વિધાનસભામાં તા 22 મી ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી બજેટ સત્રમાં કુલ 30 બેઠકો મળી હતી. જેમાં વિપક્ષ અને શાસક પક્ષના સભ્યો દ્વારા વિવિધ વિષયો પર વ્યાપક ચર્ચા વિચારણા કરી અને પ્રજાલક્ષી કાયદાઓ રજુ કરાયા હતા.












Click it and Unblock the Notifications
