ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3794 પોઝિટિવ કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3794 પોઝિટિવ કેસ

રવિવારે ગુજરાતમાં કોરોનાવાયરસના 3794 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે છેલ્લી 7 એપ્રિલ 2021 પછીના સૌથી ઓછા કેસ છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાંથી 8734 દર્દીઓ સાજા થયા છે.

Coronavirus

આ ઉપરાંત 11 એપ્રિલ બાદ સૌથી ઓછો મૃત્યુદર નોંધાયો છે, સ્વસ્થ્ય વિભાગ મુજબ છેલ્લા 24 કલાકમાં 53 ગુજરાતી દર્દીઓના મોત થયાં છે. અત્યાર સુધીમાં ગુજરાતના કુલ 9576 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આજના નવા કેસ ઉમેરતાં ગુજરાતમાં કુલ દર્દીઓનો આંકડો 7 લાખ 88 હજાર 470 પર પહોંચ્યો છે. જ્યારે 7 લાખ 3 હજાર 760 દર્દીઓ સાજા થયા છે.

ગુજરાતમાં હાલ 89.26% રિકવરી રેટ છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 75,136 છે.

ગુજરાતમાં પણ અમદાવાદ સૌથી વધુ અસરગ્રસ્ત શહેર બન્યું છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 569 કેસ નોંધાયા છે, જે બાદ વડોદરામાં 499 કેસ, સુરતમાં 445, રાજકોટમાં 303, જામનગરમાં 156, જૂનાગઢમાં 134 અને ગાંધીનગરમાં 76 કેસ નોંધાયા છે.

આ ઉપરાંત મૃત્યુ પામેલા 53 દર્દીઓમાંથી અમદાવાદ અને સુરતના ક્રમશઃ 7-7 દર્દીઓ હતા. વડોદરા અને જામનગરથી 5 દર્દીના મોત થયાં. રાજકોટમાં ચાર દર્દીઓ મૃત્યુ પામ્યા અને જૂનાગઢમાં 2 દર્દી મૃત્યુ પામ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X