For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નગરપાલિકાઓની ચૂંટણી પૂર્વે જ ભાજપે બહુમતી મેળવી

|
Google Oneindia Gujarati News

bjp
અમદાવાદ, 31 જાન્યુઆરી : ભાજપાના પ્રદેશ પ્રવક્તા આઈ કે જાડેજાએ એક યાદીમાં જણાવ્યું છે કે, 29 જાન્યુઆરીના નગરપાલિકા અને મહાનગરપાલિકાની 7 ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપાના 82 ઉમેદવારો ચૂંટણી પૂર્વે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. નગરપાલિકાની 80 બેઠકો અને જુનાગઢ મહાનગરપાલિકાની 2 બેઠકો ભાજપાએ બિનહરીફ મેળવી છે.

જાડેજાએ વિગતોમાં વધુમાં જણાવ્યું છે કે, ભાજપ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની અવિરત ચાલી રહેલી વિકાસ યાત્રાને તાજેતરમાં 115 વિધાનસભા બેઠકો પર ગુજરાતની સન્માનનીય જનતાએ વિજય અપાવી 'કમળ'ને સમર્થન આપ્યું હતું તેજ પરંપરા નગરપાલિકાની 7 ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણીમાં પણ ચાલુ રહ્યું છે.

આઈ કે જાડેજાએ નગરપાલિકાના પરિણામોની વિગતોમાં વધુમાં જણાવ્યું છે કે, સુરેન્દ્રનગર જીલ્લાની હળવદ નગરપાલિકા કે જ્યાં અગાઉ કોંગ્રેસનું શાસન હતું, ત્યાં તમામ 21 બેઠકો પર ભાજપ બીનહરીફ વિજેતા બન્યું છે અને કેસરિયો છવાયો છે. પાટણ જીલ્લાના ચાણસ્મા નગરપાલિકાની 21 બેઠકોમાંથી 12 બેઠકો ભાજપે બીનહરીફ મેળવી સત્તાના સૂત્રો 7 ફેબ્રુઆરી પૂર્વે કબ્જે કરીને કેસરિયા ક્રાંતિ કરી છે.

જુનાગઢ મહાનગરપાલિકાની 2 બેઠકો પર ભાજપાના ઉમેદવારો બીનહરીફ ચૂંટાયા છે. પોરબંદર જીલ્લાની કુતિયાણા નગરપાલિકામાં ભાજપના 9 ઉમેદવારો બીનહરીફ ચૂંટાયા છે તેમજ અમરેલી જીલ્લાની જાફરાબાદ નગરપાલિકાની 27 બેઠકો પૈકી 9 બેઠકો ભાજપે બીનહરીફ મેળવી છે.

તેઓએ અંતમાં જણાવ્યું છે કે, નવસારી જીલ્લાની ગણદેવી નગરપાલિકાની 1 બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બીનહરીફ ચૂંટાયા છે તો કચ્છ જીલ્લાની ભૂજ નગરપાલિકાની 1 બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપાના ઉમેદવાર બીનહરીફ ચૂંટાયા છે. આણંદની વલ્લભવિદ્યાનગર નગરપાલિકામાં 4 બેઠકો ભાજપાએ બીનહરીફ ગુજરાતમાં દક્ષિણ, ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્ર-કચ્છના જુદા-જુદા જીલ્લાઓની જુદી-જુદી નગરપાલિકાઓમાં ભાજપના 'કમળ'ને નાગરિકોએ બીનહરીફ વિજયી બનાવી વિકાસને સમર્થન આપ્યું છે

અને ભાજપાના 'વેરાનું વળતર વિકાસ દ્વારા' સૂત્રને સાકાર કર્યું છે. 7 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની નગરપાલિકાની વિકાસપ્રેમી જનતાને સર્વ સમાવેશક અને સર્વાંગિણ વિકાસના સૂત્રને સાકાર કરવા ભાજપાના 'કમળ'ના નિશાનને વધુ સમર્થન આપવા પણ અનુરોધ કર્યો છે.

English summary
Gujarat : BJP won majority in municipalities before election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X