ગુજરાત લોકાયુક્ત કેસ : 18મીએ ક્યુરેટિવ અરજીની સુનાવણી

gujarat-lokayukta-bhavan
અમદાવાદ, 10 જુલાઇ : ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂકના મામલે રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ક્યુરેટિવ અરજી પર આગામી 18 જુલાઇએ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયમૂર્તિઓની બેનેલી બેંચ સમક્ષ આ સુનાવણી થશે.

સુપ્રીમ કોર્ટે ગત 15 માર્ચે રાજ્ય સરકાર દ્વારા આ મામલે દાખલ કરવામાં આવેલી રિવ્યૂ પિટિશન ફગાવી દીધી હતી. ત્યાર બાદ રાજ્ય સરકાર પાસે ક્યુરેટિવ પિટિશન રૂપે એકમાત્ર આખરી વિકલ્પ બચ્યો હતો. આ અગાઉ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર વતી દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લિવ પિટિશન ફગાવી દેતા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને યોગ્ય ઠરાવ્યો હતો.

ગુજરાતનાં રાજ્યપાલ ડો શ્રીમતી કમલા બેનીવાલે 25 ઓગસ્ટ, 2011ના રોજ ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારની ઉપેક્ષા કરીને પૂર્વ ન્યાયમૂર્તિ આર એ મહેતાની ઘણાં વર્ષથી ખાલી પડેલી ગુજરાતના લોકાયુક્તની જગ્યા પર નિમણૂંક કરી દીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X