Gujarat News: CMની હાજરીમાં ચિંતન શિબિર સમાપ્ત, સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસની થીમ પર મંથન

Gujarat News: ધરમપુર ખાતે 'સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ'ની થીમ પર બે દિવસીય શિબિરનું આયોજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીમંડળે 5 ગ્રુપ ડિસ્કશનમાં લીધો ભાગ, ગ્રીન એનર્જી, જાહેર સલામતી અને માનવ સંસાધન વિકાસ પર મંથન.

Gujarat News

ગુજરાત સરકાર દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આયોજિત બે દિવસીય 12મી ચિંતન શિબિરનો કાર્યક્રમ આજે પૂર્ણ થયો છે. આ શિબિરનું આયોજન 'સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ'ની થીમ પર કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીમંડળના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓએ 5 ગ્રુપ ડિસ્કશનમાં સક્રિયપણે ભાગ લીધો હતો.

વિકસિત ભારત2 047 માટે મંથન

ચિંતન શિબિરનું મુખ્ય ફોકસ ગુજરાતને વિકસિત ભારત 2047 માટે અગ્રેસર રાખવા પર રહ્યું હતું. આ માટે નીચેના મુખ્ય વિષયો પર સામૂહિક મંથન કરવામાં આવ્યું.

  • ક્ષમતા નિર્માણ: જાહેર આરોગ્ય અને પોષણના ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ.
  • પર્યાવરણ અને ઉર્જા: ગ્રીન એનર્જી અને એન્વાયર્નમેન્ટ (પર્યાવરણ) ના ક્ષેત્રમાં ગુજરાતને મજબૂત બનાવવું.
  • જાહેર સલામતી: જાહેર સલામતી અને સેવા ક્ષેત્રમાં ગુજરાતને 2047 સુધીમાં સંગીન બનાવવું.

આ ઉપરાંત, વિકસિત ગુજરાત માટે વ્યક્તિગત કામગીરીનું મૂલ્યાંકન, પુનઃરચના, અને સતત તાલીમ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા જેવા વિષયો પર પણ ચર્ચા થઈ હતી.

માનવ સંસાધન અને જાહેર સલામતી પર ચિંતન

ચિંતન શિબિરમાં રાજ્યના માનવ સંસાધન વિકાસની દિશામાં પણ ગહન ચિંતન થયું. ખાસ કરીને 2035ના દાયકા સુધીમાં રાજ્યના વર્કફોર્સનું કેપેસિટી બિલ્ડિંગ કરવા અને ભવિષ્યલક્ષી ટેકનોલોજીથી સજ્જ માનવબળ તૈયાર કરવા માટેના આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરાયું.

જાહેર સલામતી (પબ્લિક સેફટી) ના ચર્ચા સત્રમાં પુલો, સરકારી ઇમારતો જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નાગરિક સુરક્ષા અને સલામતી માટે કાર્યક્ષમતા વધારવા પર ચર્ચા કરવામાં આવી.

ટેક્નોલોજી અને ઈમરજન્સી સર્વિસીસ

શિબિરમાં લોકોને વ્યાપક રીતે સ્પર્શતા અન્ય વિષયો પર પણ ગ્રુપ ડિસ્કશન કરવામાં આવ્યું, જેમાં:

  • પાણી પુરવઠાનું માળખું.
  • ગટર વ્યવસ્થાનું પુનર્વસન અને મજબૂતીકરણ.
  • ટ્રાફિક મેનેજમેન્ટ, ફાયર સેફટી અને ઇમર્જન્સી સર્વિસીસ.

આ તમામ ક્ષેત્રોમાં ટેક્નોલોજી ઇન્ટિગ્રેશન, પારદર્શિતા (ટ્રાન્સફરન્સી), સામૂહિક જવાબદારી (કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટીઝ) અને જાગૃતિ અભિયાન જેવા આયોજનોની હાલની સ્થિતિ અને ભવિષ્યલક્ષી આયોજન અંગે મંથન થયું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X