For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના હવે માત્ર 135 દર્દી મળ્યા, સરકારનો દાવો - 2.30 કરોડ રસીનો ડોઝ અપાયો

ગુજરાતમાં કોરોના વાયરસના નવા દર્દી મળવાનો દર હવે ધણો ઘટી ગયો છે. જાણો લેટેસ્ટ આંકડા.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના નવા દર્દી મળવાનો દર હવે ધણો ઘટી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન અહીં કોરોનાના 135 દર્દી જ સામે આવ્યા. જેમાંથી 30 નવા દર્દીની પુષ્ટિ અમદાવાદ શહેરમાં થઈ છે. જ્યારે સુરતમાં 22, રાજકોટમાં 16, વડોદરામાં 15 દર્દી સામે આવ્યા છે. આ ઉપરાંત પાટણ, નવસારી, મોરબી, મહીસાગર, ડાંગ, બોટાદ અને અરવલ્લીમાં એક પણ નવો દર્દી મળ્યો નથી.

vijay rupani

આરોગ્ય વિભાગે જણાવ્યુ કે રાજ્યમાં ગઈ કાલે કોરોનાથી 3 લોકોના જીવ ગયા. જેમાં અમદાવાદ, આણંદ અને જૂનાગઢમાં એક-એક દર્દીના મોત થયા. કોરોનાના કુલ કેસોની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધી 82,26,20 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 8,07,424 રિકવર થઈ ચૂક્યા છે. જો કે સરકારી આંકડાઓમાં જ 10037 લોકોના મોત થયા છે. હાલમાં 5159 સક્રિય દર્દી છે જેમાંથી કોરોનાથી ગંભીર સ્થિતિમાં પહોંચનાર હવે 100થી ઓછા દર્દી જ વેટિંલેટર પર છે. રિકવર થનાર લોકોનો આંકડો જોઈએ તો છેલ્લા 24 કલાકમાં 612 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.

સરકારનો દાવો છે કે રાજ્યનો રિકવરી રેટ 98.15 ટકા સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાના અત્યાર સુધી 2,32,46,120 ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. વેક્સીનનો 2,30,28,201 ડોઝ લોકોને આપવામાં આવી ચૂક્યો છે. જાણો કયા જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કેટલા કેસ સામે આવ્યા.

કોરોનાના કેસ, જિલ્લો, નવા દર્દી

2,37,495 અમદાવાદ ↑30
1,43,012 સુરત ↑22
77,553 વડોદરા ↑15
57,751 રાજકોટ ↑16
34,860 જામનગર ↑3
24,384 મહેસાણા ↑1
21,375 ભાવનગર ↑1
20,688 ગાંધીનગર ↑3
20,362 જૂનાગઢ ↑6
13,589 બનાસકાંઠા ↑2
12,552 કચ્છ ↑5
11,753 પંચમહાલ ↑1

English summary
Gujarat: 135 New covid patients in last 24 hours in state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X