For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ અનલૉક-4ના 10માં દિવસ સુધી 90 હજારથી વધુ દર્દી કોરોના મુક્ત થયા

અનલૉક-4ના 10માં દિવસ સુધી ગુજરાતમાં 90 હજારથી વધુ દર્દી કોરોનાને પણ હરાવી ચૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 10,96,27 સુધી પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન અહીં ફરીથી 1 હજારથી વધુ નવા દર્દી મળ્યા. જો કે અનલૉક-4ના 10માં દિવસ સુધી ગુજરાતમાં 90 હજારથી વધુ દર્દી કોરોનાને પણ હરાવી ચૂક્યા છે. ગુરુવારે 1415 દર્દીઓના ડિસ્ચાર્જ થવા સાથે રિકવર થયેલા લોકોનો આંકડો 90 હજાર 230 થઈ ગયો છે.

સક્રિય દર્દીઓની સંખ્યા પણ ઘટી રહી

સક્રિય દર્દીઓની સંખ્યા પણ ઘટી રહી

આરોગ્ય વિભાગના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 16 હજાર 230 છે. સતત ત્રીજા દિવસે સક્રિય કેસોમાં સામાન્ય ઘટાડો નોંધવામાં આવ્યો છે. કુલ સક્રિય દર્દીઓમાંથી 91 દર્દી વેંટીલેટર પર છે. એક દિવસમાં રાજ્યમાં 15 દર્દીઓના મોત થયા બાદ મૃતકોનો આંકડો 3167 થઈ ગયો છે. જો કે સુરતમાં બીજા દિવસે પણ માત્ર બે મોત થયા અને કુલ મૃતકોની સંખ્યા 855 થઈ ગઈ.

રાજ્યમાં અત્યાર સુધી કુલ ટેસ્ટ 30,73,534

રાજ્યમાં અત્યાર સુધી કુલ ટેસ્ટ 30,73,534

ગુજરાતમાં કોરોના ટેસ્ટની વાત કરીએ તો અત્યાર સુધી અહીં 30,73,534 લોકોની તપાસ થઈ ચૂકી છે. જેમાંથી 4 ટકાથી વધુ લોકોનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો. અન્ય આંકડાની વાત કરીએ તો રાજ્યમાં રિકવરી રેટમાં વધારો થયો છે. તે હવે 82.4 ટકા થઈ ગયો છે. મૃત્યુદર 2.9 ટકા થઈ ગયો છે. સંક્રમિતોના વધવાનો દર 1.3 ટકા આંકવામાં આવ્યો છે.

આ જિલ્લાઓમાં છે સૌથી વધુ સક્રિય દર્દી

આ જિલ્લાઓમાં છે સૌથી વધુ સક્રિય દર્દી

4,168 અમદાવાદ
2,581 સુરત
1,967 રાજકોટ
1,458 વડોદરા
568 મહેસાણા
439 ગાંધીનગર
420 સુરેન્દ્રનગર
408 ભાવનગર
373 પંચમહાલ
371 અમરેલી
358 કચ્છ
331 જામનગર

કોરોના દર્દીઓ માટે એમ્બ્યુલન્સના ઉચિત રેટ ફિક્સ કરોઃ સુપ્રીમ કોર્ટકોરોના દર્દીઓ માટે એમ્બ્યુલન્સના ઉચિત રેટ ફિક્સ કરોઃ સુપ્રીમ કોર્ટ

English summary
Gujarat: 90 thousand corona patients defeated Covid-19, 1415 patients discharged in one day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X